શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના વાનપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઇ છે. પોલીસ, સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ ઓપરેશનને અંજામ આપી રહી છે. આ અંગે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ સેનાને વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેના અને પોલીસે આતંકીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવવાનો નિર્ણય લીધો અને વિસ્તારને ચારે બાજૂથી ઘેરી લીધો હતો.
આતંકીઓએ સેના અને પોલીસને જોઇને તેના પર ગોળીબાર શરુ કર્યો હતો. જેના જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ વાનપોરામાં કેટલાય આતંકીઓ છૂપાયા હતા. સેનાએ આતંકીઓને નિશાન બનાવ્યા છે.