ETV Bharat / bharat

કોંગ્રેસના નેતાઓએ રાહુલને કહ્યું, બિહારની ચૂંટણી તૈયારીઓમાં હવે મોડું થઇ ગયું છે - બિહાર ચૂંટણી કોંગ્રેસ

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન નબળું થઇ ગયું છે. "રાજ્યના નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું કે, વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં બહુ મોડું થઈ ગયું છે."

રાહુલ
રાહુલ
author img

By

Published : Aug 7, 2020, 6:08 PM IST

નવી દિલ્હી: સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન નબળું થઇ ગયું છે. "રાજ્યના નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું કે, વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં બહુ મોડું થઈ ગયું છે."

બિહાર વિધાનસભાની ચૂંટણીને થોડા મહિના બાકી હોવા છતાં, કોંગ્રેસના નેતાઓએ ઓનલાઇન પાર્ટીની બેઠક દરમિયાન રાહુલ ગાંધીને કહ્યું હતું કે, સંગઠનાત્મક માળખાના અભાવને કારણે બિહારમાં ચૂંટણી લડવાની તૈયારી કરવામાં મોડુ થઈ ગયું છે. પાર્ટી સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી.

રાહુલ ગાંધીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્ય એકમના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રધાન તારિક અનવર એવા નેતાઓમાં શામેલ હતા જેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે એપ્રિલ-મે 2019 માં લોકસભાની ચૂંટણી બાદ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈતી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસનું સંગઠનાત્મક માળખું નબળું થઇ રહ્યું છે. તેઓએ કહ્યું "બહુ મોડું થઈ ગયું છે." તેમ છતાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે પાર્ટી સમયસર મહાગઠબંધનના ભાગીદારો સાથે બેઠક વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપશે.

કોંગ્રેસે ગુરુવારે કહ્યું હતું કે, બ્લોક સ્તર સુધી 1000 પાર્ટી કાર્યકરોની બેઠકમાં હાજર થયા હતા, જે બાદમાં વર્ચ્યુઅલ રેલીમાં ફેરવાયું હતું, કારણ કે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લાખથી વધુ લોકો જોડાયા હતા.

રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓને રાજ્યના લોકોને સુશાસન પ્રદાન કરવાના 'સકારાત્મક એજન્ડા' સાથે બિહારની ચૂંટણી લડવા કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.