નવી દિલ્હી: મીડિયા પ્રોફેશનલ્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટની માનહાનીને લઇને એક અરજી દાખલ કરી છે. આ અરજી જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સુવિધાની પડી રહેલી મુશ્કેલીને લઇને કરાઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અરજીમાં ગૃહ મંત્રાલયના સચિવ અજય કુમાર ભલ્લા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ વિરૂદ્ધ માનહાની અંગેની કાર્યવાહીની માગ કરી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં વ્યવસાય, શિક્ષા, મેડિકલ કાર્યો અને કોરોનાની જાણકારી માટે 4G સેવાની જરૂર છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની માગ કરી છે.
તેના જવાબમાં જમ્મુ-કાશ્મીરના તંત્રએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામામા જવાબ દાખલ કરી અરજી નકારવાની વાત કરી છે. તેના પર એવુ માનવામાં આવતું હતું કે 4G સેવાનો ઉપયોગ આતંકીઓ કરી શકે છે. તેથી શરૂ કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જરૂરી સેવાઓ 2Gથી પણ ચાલી રહી છે.