ભારતીય રાષ્ટ્રીય રાઈફલ સંધ NRAIએ પોતાના ટ્વીટર હેન્ડલ પર માહિતી આપી છે. વર્લ્ડ નંબર-1 અપૂર્વીએ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અપૂર્વીનો આ વર્ષેનો બીજો ગોલ્ડ મેડલ છે.
ગત વર્ષે રાષ્ટ્રમંડલ રમતોમાં 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અપૂર્વીએ ફાઈનલમાં 251.0ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અપૂર્વી ચંદેલા ચીનની વાંગ લુયાઓને 250.8ના સ્કોર સાથે સિલ્વર અને તેની હમવતન જૂ હોગે 229.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતની અલાવેનિલ વલારિયન 208.3ના સ્કોર સાથે ચોથા નંબર પર રહી હતી. અપૂર્વીનો આ વર્ષેનો બીજો ગોલ્ડ મેડલ છે. તેમણે ફેબ્રુઆરીમાં નવી દિલ્હી ખાતે આયોજીત ISSF નિશાનેબાજી વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.