યરુશલમ : ઇઝરાયલના વિદેશ પ્રધાન ગબી અશ્કેનાઝીએ રવિવારે વિદેશપ્રધાન એસ. રવિશંકર સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કોરોના મહામારીમાં વધુ સહકાર આપવા વચન આપ્યું હતું.
અશ્કેનાઝીએ ટવિટ કર્યું હતું કે, મેં ભારતના વિદેશપ્રધાન જયશંકર સાથે વાતચીત કરી. જેમાં મેં મેડિકલના સાધનોને લઇને ભારતમાં રવાના થતી ઇઝરાયલી ફ્લાઇટની માહિતી આપી હતી. અમે કોરોના વાઇરસ સામેની લડતમાં અમારી ભાગીદારીને મજબૂત બનાવવાની સંમતિ આપી છે.
ઇઝરાયેલના વિદેશપ્રધાને ભારતના વિદેશ પ્રધાનના સહયોગ બદલ ભારતના વિદેશ પ્રધાનનો આભાર માન્યો અને વહેલી તકે મળવા સંમતિ બતાવી હતી. આ પહેલાં જયશંકરએ ટવિટ કરીને જણાવ્યું હતું કે, ભારત ઇઝરાયેલ ભાગીદારી હાલમાં કોવિડ-19ના પડકારોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ઇઝરાયલી પ્રતિનિધિ મંડળે કોવિડ -19 ની તપાસ માટે તેના દ્વારા વિકસિત કરવામાં આવેલ તકનીકની અસરનું મૂલ્યાંકન કરી તપાસ કરશે. ઇઝરાઇલ દ્વારા વિકસિત આ પદ્ધતિ એક મિનિટમાં સંક્રમણને શોધી શકે છે.