પટના (બિહાર): પટના નગર નિગમના લગભગ 20 થી 25 જેટલા કર્મચારીઓ કોરોના થી સંક્રમિત થયા છે . તેવામાં મોડેમોડે નિંદ્રામાંથી જાગેલા તંત્ર દ્વારા કર્મચારીઓ માટે આઈસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ આ વોર્ડની હાલત જોતા એવું ફલિત થાય છે જાણે કર્મચારીઓને કોરોના કરતા અહીં જોખમ વધુ છે.


ઠેકઠેકાણે વોર્ડની દીવાલો પર ભેજ તથા લીલ બાઝી જવાના નિશાન પડ્યા છે, ચૂનો ખરવા લાગ્યો છે તેમજ વેન્ટીલેશનમાંથી શિશા તૂટી ગયા છે. બાથરૂમ અને રસોડાની હાલત તો બદતર છે જ ઉપરથી વોર્ડની બહારની બાજુ કોઈ રક્ષણાત્મક દીવાલ પણ નથી. આથી કોઈ પણ દર્દી બેફિકર રીતે બહાર જઈ શકે છે તેમજ અન્ય કોઈ અજાણી વ્યક્તિ અંદર આવી શકે છે.

હાલ આ વોર્ડમાં 15 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે, આગળ જતાં દર્દીઓ માટે આ વોર્ડમાં ખાવાપીવાની સુવિધાઓ પણ આપવામાં આવશે. હવે આ સુવિધાઓ કેવી હશે તે તો સમય જ જણાવશે.