ચેન્નઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમનો કાર્યક્રમ છોડી ફેન્સ સાથે જોવા મળ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ફેન્સ સાથે જોવા મળ્યા હતા. જે ફેન્સને ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ આપી રહ્યા હતા.
જેને લઈને ફૈન્સે કહ્યું કે, "ચેન્નઈ તમારું ઘર છે સર "
દેશભરમાં કોરોના વાયરસનો કહેર છે. જેના કારણે 29 માર્ચથી શરુ થનારી આઈપીએલ મેચ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.