ETV Bharat / bharat

સુપ્રીમે ચિદમ્બરમના જામીનને પડકરાતી CBIની પુનઃવિચાર અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના જામીનને પડકારતી સીબીઆઈની પુનઃવિચાર અરજીને ફગાવી દીધી છે.

Chidamabaram's bail
સુપ્રીમે ચિદમ્બરમના જામીનને પડકરાતી CBIની પુનઃવિચાર અરજી ફગાવી
author img

By

Published : Jun 4, 2020, 9:39 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને જામીન આપવાના આદેશ પર પુનર્વિચારણા કરવાની સીબીઆઈની અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે CBIની એ અરજી ફગાવી દીધી હતી. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના જામીનને પડકારવામાં આવ્યાં હતાં. CBIએ INX મીડિયા કેસમાં આરોપી ચિદમ્બરમને જામીન આપવા પર સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી. જેમાં જામીનના નિર્ણય અંગે ફરી વિચાર કરવામાં આવે એવી વાત કરવામાં આવી હતી.

જસ્ટિસ પી. ભાનુમતી, જસ્ટિસ ઋષિકેષ રોય અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે અરજી ફગાવતા કહ્યું કે, ઓપન કોર્ટમાં સુનાવણીની આ અરજી અમે ફગાવીએ છીએ. અમે અરજીથી જોડાયેલા દસ્તાવેજો ચકાસ્યા છે અને અમે માનીએ છીએ કે, જામીન આપવાના નિર્ણયમાં ક્યાંય ગરબડ નથી. આ નિર્ણય પર પુનઃર્વિચારની જરૂરત નથી.

મહત્વનું છે કે, INX મીડિયાને 305 કરોડનો ફાયદો પહોંચાડવા મામલે CBIએ 10 વર્ષ બાદ મે 2017માં ચિદમ્બરમ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ EDએ પણ તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. CBIએ ભ્રષ્ટાચાર મામલે 21 ઓગસ્ટના ચિદમ્બરમની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.