ન્યૂઝ ડેસ્કઃ દેશનું ઘડતર કરવા માટે, દેશનો વિકાસ કરવા માટે યુવાનોએ વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઊભા રહેવા માટે લાયકાત કેળવવી પડશે અને પરિશ્રમ કરવો પડશે.
ભારત યુવાનોનો દેશ
આપણો દેશ સમગ્ર વિશ્વમાં યુવાનોના દેશ તરીકે ઓળખાય છે. ભારતમાં 65 કરોડ યુવાનો 35 વર્ષ સુધીની વયના છે. તેનો અર્થ એ કે, આપણા દેશમાં માનવ બળ વધુ છે, પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે. આવી પરિસ્થિતિમાં યુવાનો માટે યોગ્ય શિક્ષણ તેમજ સુવિધાઓ હોય, તે આવશ્યક છે, જેથી સમાજનું કલ્યાણ થઇ શકે. દેશનું ઘડતર કરવા માટે, દેશનો વિકાસ કરવા માટે યુવાનોએ વિશ્વનાં વિકસિત રાષ્ટ્રોની હરોળમાં ઊભા રહેવા માટે લાયકાત કેળવવી પડશે અને પરિશ્રમ કરવો પડશે.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસનો ઇતિહાસ
યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 17મી ડિસેમ્બર, 1999ના રોજ દર વર્ષે 12મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું આયોજન 2000ના વર્ષમાં થયું હતું. યુનાઇટેડ નેશન્સે 1985ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કેવી રીતે થાય છે
યુનાઇટેડ નેશન્સ દર વર્ષે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ માટેની થીમ નક્કી કરે છે. આ દિવસે વિશ્વમાં વિવિધ યુવા દિવસ સંબંધિત ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સામાન્યપણે આ કાર્યક્રમોમાં પરેડ, કોન્સર્ટ, મેળા, ઉત્સવ, પ્રદર્શનો, વગેરેનો સમાવેશ થાય છે. યુનાઇટેડ નેશન્સે સંદેશો ફેલાવવા માટે માળખાગત અભિગમ વિકસાવ્યો છે. આ દિવસે ઘણા શૈક્ષણિક રેડિયો શો, જાહેર સભાઓ અથવા ચર્ચાઓનું આયોજન થાય છે.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 2020 માટેનો સંદેશ
2020ના આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ 'વૈશ્વિક કાર્યવાહી માટે યુવાનોની સામેલગીરી' હતી. આ દિવસનો ઉદ્દેશ સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે યુવાનો રાષ્ટ્રીય તથા બહુપક્ષીય સંસ્થાઓને તથા પ્રક્રિયાઓને સમૃદ્ધ કરે અને ઔપચારિક સંસ્થાકીય રાજકારણમાં તેમનું પ્રતિનિધિત્વ અને સામેલગીરી કેવી રીતે નોંધપાત્ર રીતે વધારી શકાય, તે માટેના માર્ગો ઉજાગર કરવાનો છે.
IYD 2020નો ઉદ્દેશ વૈશ્વિક કાર્યવાહી હાંસલ કરવા માટે યુવાનોની ક્ષમતાને મજબૂત કરવાના હેતુથી તેમની સામેલગીરીને વધુ સમાવેશક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવાનો છે.
સ્થાનિક/સામુદાયિક સ્તરે યુવા સામેલગીરી
રાષ્ટ્રીય સ્તરે યુવા સામેલગીરી, જેમ કે, કાયદો, નીતિ વગેરેનું ઘડતર અને તેમનું અમલીકરણ
વૈશ્વિક સ્તરે યુવા સામેલગીરી.
સોશ્યલ મીડીયા કેમ્પેઇન
#31DaysOfYOUth, એક સોશ્યલ મીડીયા કેમ્પેઇન છે, જે વૈશ્વિક કાર્યવાહી માટે યુવા સામેલગીરીના હેતુના પ્રસાર માટે અને સંવાદ કરવા માટે મદદરૂપ થવા સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન તેની ઉજવણી કરવામાં આવશે.
ભારતીય યુવાનો પર કોવિડ-19નો પ્રભાવ
લોકડાઉનમાંથી દેશવ્યાપી મુક્તિ મળી હોવા છતાં, ભારરતમાં બેરોજગારી દર સતત વધી રહ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના જણાવ્યા અનુસાર, 17મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24 ટકા રહ્યો હતો અને એપ્રિલમાં પણ તે લગભગ સમાન રહ્યો હતો. 20મી એપ્રિલથી લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારી દર ખાસ પ્રભાવિત થયો નથી.
CMIE દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે, દેશમાં બેરોજગારીના આંકડા પણ ઝડપથી વધ્યા છે. ભારતમાં 21 માર્ચના રોજ બેરોજગારી દર 7.4 ટકા હતો, જે પાંચમી મેના રોજ વધીને 25.5 ટકા થયો હતો. અભ્યાસ પ્રમાણે, 20થી 30 વર્ષની વય જૂથના બે કરોડ 70 લાખ યુવાનોએ એપ્રિલ મહિનામાં તેમની નોકરી ગુમાવી હતી.
CMIEના અહેવાલ મુજબ, ભારતનો શહેરી બેરોજગારી દર લોકડાઉનના કારણે 30.9 ટકા વધી શકે છે.
યુવાનો માટે કેન્દ્ર સરકારની પહેલ (યોજનાઓ)
પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજનાઃ સરકારે 2015માં પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી હતી. એક કરોડ લોકોને 2020 સુધીમાં કાર્યક્ષમ બનાવવાના હેતુ સાથે આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો. સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2016થી 2020 સુધીમાં 73 લાખ 47 હજાર યુવાનોએ પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ તાલીમ પ્રાપ્ત કરી હતી. આ યુવાનોમાંથી 16 લાખ 61 હજાર યુવાનોને નોકરી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, લાંબા ગાળા માટે જુદા-જુદા 137 ક્ષેત્રોમાં તાલીમ આપવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
પ્રધાન મંત્રી મુદ્રા યોજના: સરકાર પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ તેના વ્યવસાયો શરૂ કરવા માટે નીચા વ્યાજદર પર લોન પૂરી પાડે છે. આ યોજનામાં ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છેઃ શિશુ, કિશોર અને તરૂણ. મુદ્રા યોજના હેઠળ, 50 હજારથી 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે. શિશુ લોન હેઠળ રૂ. 50 હજાર સુધીની લોન ઉપલબ્ધ છે. સાથે જ, કિશોર લોન હેઠળ 50 હજારથી રૂ. પાંચ લાખ રૂપિયા સુધીની લોન અને તરૂણ લોન હેઠળ પાંચ લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. સરકારની મહત્વાકાંક્ષી મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 11 કરોડ કરતાં વધુ લોકોને લાભ થયો છે.
સ્કીન ઇન્ડિયા મિશન (પાંચ વર્ષ પૂરાં)
કૌશલ્ય તાલીમ પ્રવૃત્તિઓની દ્રષ્ટિએ રાજ્યો તથા ક્ષેત્રો વચ્ચે સંમિલન પ્રસ્થાપિત કરવા માટે મિશન વિકસાવવામાં આવ્યું છે. વળી, ‘કૌશલ્યયુક્ત ભારત’નું વિઝન હાંસલ કરવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન (નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ મિશન) કૌશલ્યના પ્રયાસોને એકીકૃત તથા તેમનું સહનિર્દેશન કરવા સાથે ઝડપથી અને ગુણવત્તા સાથે કૌશલ્ય સિદ્ધ કરવા માટે ક્ષેત્રોમાં નિર્ણય લેવાની પ્રક્રિયાને પણ વેગ આપે છે. સ્કીલ ઇન્ડિયા મિશનની PMKVY હેઠળ, દેશભરના 69.03 લાખ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. of Skill India Mission, 69.03 lakh 2020 સુધીમાં PMKVY હેઠળ એક કરોડ યુવાનોને તાલીમ પૂરી પાડવાનું લક્ષ્યાંક છે. તાલીમબદ્ધ યુવાનો પૈકીના 9,28,884 યુવાનો અનુસૂચિત જાતિ (એસસી) અને 2,69,054 યુવાનો અનુસૂચિત જનજાતિ (એસટી) વર્ગના છે.
મેક ઇન ઇન્ડિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણની સુવિધા માટે, નવતર પહેલને પોષવા માટે, કૌશલ્ય વર્ધનને વેગ આપવા માટે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું રક્ષણ કરવા માટે તથા શ્રેષ્ઠતમ ઉત્પાદકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે 'મેક ઇન ઇન્ડિયા' કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. 'મેક ઇન ઇન્ડિયા'એ ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવા પ્રવૃત્તિ ક્ષેત્રે 25 ક્ષેત્રોની ઓળખ કરી છે અને ક્રિયા-પ્રતિક્રિયાત્મક વેબ-પોર્ટલ થકી તથા વ્યાવસાયિક સ્તરે વિકસાવવામાં આવેલાં બ્રોશર્સ થકી વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવે છે. સંરક્ષણ ઉત્પાદન, કન્સ્ટ્રક્શન અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં FDIને મોટાપાયે અવકાશ આપવામાં આવ્યો છે.
મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળની કેટલીક મહત્વની સિદ્ધિઓ નીચે મુજબ છેઃ
દેશના જુદા જુદા છ પ્રાંતોમાં છ ઔદ્યોગિક કોરિડોર વિકસાવાઇ રહ્યાં છે. આ કોરિડોરની સાથે ઔદ્યોગિક શહેરો પણ ઊભાં કરવામાં આવશે.
ભારત વીજળીની નિકાસ કરતો દેશ બન્યો છે – 2017-18 દરમિયાન નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારને 7203 MU વીજળી પૂરી પાડવામાં આવી હતી.
21મી સપ્ટેમ્બર, 2016ના રોજ તમિલનાડુમાં સૌથી વિશાળ પૈકીનો એક 648-MW સોલાર પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
વર્તમાન ડીઝલ લોકોમોટિવને અપગ્રેડેડ ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં રૂપાંતરિત કરીને 10,000 અને 12,000 hpના અનુક્રમે WAGC3 અને WAG11 શ્રેણીના બે પ્રોટોટાઇપ લોકોમોટિવ સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવ્યાં હતાં.
આંધ્ર પ્રદેશમાં એશિયાનો સૌથી વિશાળ મેડટેક ઝોન (AMTZ) સ્થાપવામાં આવ્યો છે
જૂન, 2014થી ઓગસ્ટ, 2018 સુધીમાં 88 કોલ્ડ ચેઇન પ્રોજેક્ટસ શરૂ કરવામાં આવ્યા હતા, આમ વધારાની 3.0 લાખ ટનની ફૂડ પ્રોસેસિંગ ક્ષમતાનું સર્જન કરવામાં આવ્યું હતું.
બરેલી, લખનૌ અને કચ્છમાં ત્રણ ટેક્સટાઇલ મેગા ક્લસ્ટર્સ ઊભાં કરવામાં આવી રહ્યાં છે, જેને પગલે 14,505 કારીગરોને લાભ થશે.
બેટી બચાઓ, બેટી પઢાઓ
આ યોજનાનું લક્ષ્ય છોકરીઓને શિક્ષણ થકી સામાજિક તથા નાણાંકીય રીતે સ્વ-નિર્ભર બનાવવાનું છે. બેટી બચાઓ, બેટી પઢાઓ એ ભારત સરકારનું કેમ્પેઇન છે, જેનો હેતુ ભારતમાં છોકરીઓ માટેની કલ્યાણકારી સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેની કાર્યક્ષમતામાં સુધારો લાવવાનો છે. આ યોજના રૂ. 100 કરોડના પ્રારંભિક ભંડોળ સાથે શરૂ કરવામાં આવી હતી. 2014-15થી 2018-19 સુધીમાં સરકારે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના પાછળ કુલ રૂ. 648 કરોડની ફાળવણી કરી છે. તેમાંથી, માત્ર 159 કરોડ રૂપિયા જ જિલ્લા તથા રાજ્યોને મોકલવામાં આવ્યા છે. MoHFWના HMIS અનુસાર, નાણાંકીય વર્ષ 2016-17થી નાણાંકીય વર્ષ 2018-19ના છેલ્લાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સ્તરે સેક્સ રેશિયો એટ બર્થ (SRB) 926થી વધીને 931 થયો છે.
-વર્ષ 2014-15થી 2018-19 સુધીમાં કર્ણાટક રાજ્ય સહિતના રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશ અનુસારનો ડેટા
ડિજિટલ ઇન્ડિયા મિશન
ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ એ ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાનથી સજ્જ અર્થતંત્રમાં રૂપાંતરિત કરવાની સંકલ્પના સાથેનો ભારત સરકારનો મુખ્ય કાર્યક્રમ છે. નેશનલ ઓપ્ટિકલ ફાઇબર (NOFN) પ્રોજેક્ટ હેઠળ દેશભરની આશરે 2,50,000 ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ જોડાણ પૂરું પાડવા માટેના લક્ષ્ય સાથે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશવાર કુલ 1,34,248 ગ્રામ પંચાયતોને 24મી જાન્યુઆરી, 2020 સુધીમાં સર્વિસ રેડી કરવામાં આવી હતી.
સ્ટાર્ટ-અપ ઇન્ડિયા
સ્ટાર્ટ-અપ ઇન્ડિયા એ સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને સહાય પૂરી પાડવા માટે અને ભારતમાં નવતર અને ઉદ્યોગસાહસિકતા માટેની મજબૂત અને સમાવેશક પરિસ્થિતિનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવતી ભારત સરકારની મુખ્ય પહેલ છે. 31મી ડિસેમ્બર, 2019 સુધીમાં 555 જિલ્લાઓના 26,804 સ્ટાર્ટ-અપ્સને DPIIT દ્વારા સ્ટાર્ટ-અપ્સ તરીકે સ્વીકૃતી આપવામાં આવી છે. પ્રત્યેક સ્ટાર્ટ-અપદીઠ સરેરાશ 12 કર્મચારીઓની સંખ્યા સાથે 24,848 સ્ટાર્ટ-અપ્સ દ્વારા 3,06,848 નોકરીઓની તકો નોંધવામાં આવી છે.
ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ફિટ ઇન્ડિયા કેમ્પેઇન' શરૂ કર્યું હતું. આ એક રાષ્ટ્રવ્યાપી કેમ્પેઇન છે તેનો હેતુ લોકોને તેમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિ તેમજ રમત-ગમતને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. UGCએ તમામ યુનિવર્સિટીઓ માટે 'ફિટ ઇન્ડિયા મૂવવમેન્ટ' માટે સજ્જ થવાની જાણ કરતો પત્ર જારી કર્યો હતો. સરકારને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંગે સલાહ આપવા માટે સરકારી અધિકારીઓ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ), નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ, ખાનગી સંસ્થાઓ અને ફિટનેસ પ્રમોટર્સની બનાવેલી એક સમિતિ પણ રચવામાં આવી હતી. શિષ્યવૃત્તિ માટે તેમજ કોચની નિમણૂંક કરવા, તેમને તાલીમ પૂરી પાડવા, માળખાકીય સુવિધાના વિકાસ, ઉપકરણની સહાય માટે 2019-20ના વર્ષમાં કુલ રૂ. 10.85 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી. મલ્લખમ, કલારીપયટ્ટુ, ગટકા અને થાંગ-તાના 335 મેડલ વિજેતાઓને દર મહિને એક વર્ષ સુધી એથ્લેટદીઠ રૂ. 10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. NSFની ભલામણ અનુસાર વર્તમાન સમયમાં 185 એથ્લેટ્સ પહેલી ઓક્ટોબર, 2019થી સ્કોલરશિપ મેળવી રહ્યા છે.
વિશ્વને પ્રેરણા આપનારા 10 સૌથી પ્રભાવશાળી યુવાનો
1 મલાલા યુસુફઝાઇ (કન્યા શિક્ષણ ક્ષેત્રે સક્રિય પાકિસ્તાની એક્ટિવિસ્ટ)
2. ગ્રેટા થનબર્ગ (પર્યાવરણ એક્ટિવિસ્ટ)
3. આનંદ કુમાર (ગણિતજ્ઞ)
4. અરણ્યા જોહર (સોશ્યલ મીડીયા સેન્સેશન, "બ્રાઉન ગર્લ્સ ગાઇડ સિરીઝ")
5. અયાન ચાવલા (સૌથી યુવાન વયના CEOs)
6. રિતેશ અગરવાલ (ઓયો રૂમ્સના CEO)
7. અફરોઝ શાહ (પર્યાવરણ એક્ટિવિસ્ટ)
8. પી વી સિંધુ (બેડમિન્ટન ખેલાડી)
9. અદિતી ગુપ્તા (ભારતીય લેખિકા અને મેન્સ્ટ્રુપિડીયા કોમિકનાં સહ-સ્થાપક)
10. લક્ષ્મી અગરવાલ (એસિડ સર્વાઇવર માટે લડત ચલાવનાર સોશ્યલ એક્ટિવિસ્ટ)