ETV Bharat / bharat

ખાનગી રિપોર્ટ: સૌથી પહેલા જામિયામાં જ કેમ હિંસા થઈ, પુરાવા મળી ગયા છે, યોગ્ય સમયની રાહ - protest over caa

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરોધી આગ ધીમે ધીમે શાંત પડતી જાય છે, તેમ તેમ તપાસ અને ભારતની ગુપ્તચર સંસ્થા પોતાના કામમાં લાગી ગઈ છે. દેશની ગુપ્તચર સંસ્થાની મદદથી દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ સેલ અને સ્પેશિયલ બ્રાંચ સૌથી પહેલા એ કારણ જાણવામાં લાગી છે કે, જેનાથી એ સ્પષ્ટ થાય કે, ક્યાં લોકોએ અને શા માટે દિલ્હીની જામિયાને જ આગના હવાલે કરી ? જેનો જવાબ અત્યાર સુધીની થયેલી તપાસમાં આ સંસ્થાઓને મળી ગયો છે.

નાગરિકતા સંશોધન કાયદા
નાગરિકતા સંશોધન કાયદા
author img

By

Published : Dec 26, 2019, 11:26 AM IST

ગુપ્ત અને તપાસ એજન્સીઓના શરુઆતી રિપોર્ટમાં ભલે યુપીના નદવા વિસ્તારમાં સૌથી વધું હિંસાનો ઉલ્લેખ હોય, યુપીના પશ્ચિમી જિલ્લામાં સૌથી વધુ મારપીટ, હોબાળો, યુપી પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના બે શખ્સોની ધરપકડ કરી હોય. આ તમામ સંવેદનશીલ પરિસ્થિતી હોવા છતાં પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાંચ એ વાતનું ધ્યાન રાખી રહી છે કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનું રાષ્ટ્રીય કાર્યાલય તો દિલ્હીના શાહિન બાગ, ઓખલા, જામિયા, બટલા હાઉસના વિસ્તારોમાંથી ક્યાંકને ક્યાંક તો હાજર છે. જામિયા વિવિથી આ મુખ્યાલયનું અંતર કાંઈ દૂર નથી !

તપાસ એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું છે કે, શાહિન બાગ વિસ્તારમાંથી જ આ હિસા ફેલાઈ અને આટલા લાંબા સમય સુધી ધરણા પ્રદર્શનો થયા. પણ કેમ ? કંઈ એમ નહી. જરુર કોઈને કોઈ કારણ છે તેની પાછળ. જેનો ખુલાસો યોગ્ય સમયે કરવામાં આવશે. હાલમાં તો કોઈ પણ ખુલાસો કરવો ઉતાવળ સાબિત થશે અને દેશના દુશ્મનોને બચી જવાનો માર્ગ મોકળો થઈ જશે.

એટલું જ નહીં દિલ્હીના જામિયા નગર કાંડ અને તે બાદ યુપીના નદવામાં થયેલી મારકાટ બાદ, જ્યારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનું નામ ખુલીને સામે આવ્યું ત્યારે તેના તમામ દસ્તાવેજો યુપી પોલીસે ઝપ્ત કરી લીધા. અનેક લોકોની ધરપકડ થઈ. ત્યારથી આ ફ્રન્ટ અનેક લોકો તિતર-બિતર થઈ ગયા છે. આ ખાનગી રિપોર્ટ જ્યારે પણ જાહેર થશે ત્યારે દેશના રાજકારણીઓના કાન પણ ઉભા થઈ જશે.

પાક્કા પુરાવા મળ્યા બાદ આ રિપોર્ટ સરકારને યોગ્ય સમયે પહોંચતી કરવામાં આવશે. જેથી નાગરિકતા કાયદા વિરોધી ત્તત્વો સામે અને દેશને આગના હવાલે કરનારા લોક પર કાયદાનો ફંદો લગાવી શકાય.દેશની ખાનગી એજન્સીઓ દિવસ-રાત એક કરી તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે પણ પોતાના રડાર પર દક્ષિણ-પૂર્વી દિલ્હીના જામિયા નગર, ઓખલા, શાહિન બાગ, બાટલા હાઉસ પર રાખ્યા છે.જો કે, આ વિષય પર હાલમાં તો દિલ્હી પોલીસના એક પણ અધિકારીઓ કશુંય બોલવા તૈયાર નથી.

ગુપ્ત એજન્સીઓના સૂત્રોના જણાવ્યા મુજબ રાજધાની દિલ્હીને આગના હવાલે કરવાનું એક અજીબો-ગરીબ કારણ સામે આવ્યું છે. આ કારણ છે કે, દિલ્હીમાં થયેલી હિંસાની ખબરને મીડિયા મારફતે આંખના પલકારામાં દેશ અને દુનિયાની સામે લાવી શકાય. દેશ ભરમાં દિલ્હીની હિંસાની ખબરો ફેલાવ્યા બાદ દેશદ્રોહીઓને વધુ કાંઈ કરવાનું રહેતું નથી.

દિલ્હીના જામિયા વિસ્તારમાં 15 ડિસેમ્બરે સૌથી પહેલા આગના હવાલે કરવાની ખબર ખાનગી રિપોર્ટમાં આવી છે. આ રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા કેવી રીતે દેશને તોડવામાં અને રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન પહોંચાડવામાં સમગ્ર દેશમાં ફેલાઈ ગયું. તેમના આવા કામ માટે દેશમાં ભટકી રહેલા અને બેરોજગાર યુવાનો કામે આવી જાય છે.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ક્રાઈમ બ્રાંચના અમુક અધિકારીઓની વાતમાં જો દમ હોય તો, 15 ડિસેમ્બર 2019ના રોજ જામિયા નગર વિસ્તારમાં હિંસાના એક બે દિવસ પહેલા જ લગભગ 150-200ની સંખ્યામાં 10-10 અને 20-20ની ટોળીઓમાં દિલ્હીના સીમાડામાં આવી પહોંચ્યા હતા. જેમાં મોટા ભાગની ઉંમર 16થી 30 બતાવામાં આવી રહી છે. મોટા ભાગના વિદ્યાર્થી જેવા દેખાતા હતા. ત્યાં સુધી દિલ્હીને આગના હવાલે કરવાની ખબર કોઈને પણ કાનોકાન ન આવી. બે દિવસ બાદ 15 ડિસેમ્બરે દિલ્હીમાં હિંસાની શરુઆત થઈ ગઈ. આ હિંસામાં પણ આવા જ વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા હતા, જે અગાઉ વાત કરી તે પ્રમાણેના. તપાસ એજન્સીઓની આ વાત પર હિંસાના દિવસના સીસીટીવી ફૂટેજ પણ વાતમાં વજન પુરે છે.

15 ડિસેમ્બરે સૌથી પહેલા જામિયા જ શું કામ સળગ્યુ ? સળગાવવા વાળા કોણ છે ? આ તમામ બાબત સામે આવ્યા બાદ સંડોવાયેલા તત્વો સામે કોઈ ઠોસ કાર્યવાહી હજુ સુધી અમલમાં કેમ નથી આવી? આવું પુછતા એક અધિકારીએ જણાવ્યું કે, પુરાવાનો અભાવ હતો, પણ હવે પુરાવા મળી ગયા છે. હવે ફ્કત યોગ્ય સમયની રાહ છે.

બીજી બાજુ સૂત્રનું કહેવું છે કે, યુપી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા લોકોએ પણ કાયદાકીય રીતે પતાવટ કરવાનું શરુ કરી દીધું છે. દેશભરમાં ફેલાયેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યાલયોને પણ સતર્ક કરી દેવામા આવ્યા છે. જે મુખ્ય કર્તાધર્તા છે, તેમણે હાલ તો પોતાના અડ્ડા છોડી છુપાતા ફરે છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/intelligence-report-on-jamia-protest-over-caa-nrc/na20191226095331395

खुफिया रिपोर्ट : हिंसा की आग में सबसे पहले क्यों जला 'जामिया' ?

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.