વિકટોરીયા : કોરોના મહામારીની વચ્ચે ભારતીય નૌસેનાનું જહાજ INS કેસરી વિદેશોમાં જરૂરી ચીજવસ્તુઓની સપ્લાઇ કરે છે. ત્યારે આઇએનએસ કેસરી સેશેલ્સ પહોચ્યું હતું.
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીની વચ્ચે ભારતીય નૌસેના મિશન સાગર ચલાવી રહી છે. આ મિશનના અંતર્ગત આઇએનએસ કેસરી રવિવારે પૂર્વી આફ્રિકી દેશ સેશેલ્સ પહોચ્યું હતું. સેશલ્સના પોર્ટ વિક્ટોરિયામાં પ્રવેશ કર્યા બાદ આઇએનએસ કેસરીએ જરૂરી આવશ્યક ચિકિત્સા વસ્તુઓનો માલ પહોચાડ્યો હતો.
આપને જણાવી દઇએ કે, મિશન સાગર વડાપ્રધાન મોદીના SAGAR (સાગર)ના દ્રષ્ટિકોણથી પ્રેરિત છે. સાગરનો અર્થ એ છે કે, આ ક્ષેત્રમાં બધા માટે સલામતી અને વિકાસ છે.