સ્વાગત વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટના વિકાસ સબંધિત વિવાદોને ન્યાય આપવા માટે 22 હાઇ કોર્ટ હેઠળ નિયુક્ત ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. આ હરોળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ઝડપી ગતિને અવરોધે છે અને તેનાથી દેશની પ્રતિષ્ઠા ઓછી થાય છે. નાણા મંત્રાલયે આશરે ચાર મહિના પહેલા સબંધિત ધારાધોરણોમાં સુધારો કર્યો હતો જે ઇન્ફ્રા પ્રોજેક્ટમાં સામેલ સંગઠનોની રાહત માટે હતુ. તે સુધારાઓની પૃષ્ઠભૂમિમાં વાત કરવામાં આવે તો તાજેતરના સુધારાઓ આ પ્રોજેક્ટના અમલીકરણમાં આવતા અવરોધોને દુર કરવા માટે એક નિર્ણાયક પગલુ છે. તાજેતરમાં વિશ્વ બેંકે વ્યવસાયમાં સરળતા લાવવાના પગલા લેવા બદલ ભારતની પ્રસંશા કરી હતી. વિશ્વ બેંકે મોદી સરકારના સુધારાત્મક ઉત્સાહ અને છેલ્લા પંદર વર્ષથી પડતર પડેલા ત્રણ ડઝન જેટલા સુધારણામાંથી અડધાથી વધુના અમલ માટે પણ મોદી સરકારની પ્રસંશા કરી હતી.
અહીં એ વાત પણ નોંધનીય છે કે છેલ્લા છ વર્ષના સમયગાળામાં વિશ્વ બેંકમાં બીઝનેસ રેંકીગની સરળતામાં ભારતનો આંક 142થી 63 થયો છે. જો કે કેટલાક સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે કે હજુ પણ આ ક્ષેત્રમાં ઘણુ કરવાનું બાકી છે. જમીન સંપાદનમાં વિવાદો, વન અને પર્યાવરણને લઈને મંજૂરીને લઈને અત્યંત વિલંબ, સંસાધનના એકત્રીકરણમાં કાનૂની અળચણો, અમલદારશાહીની અસમર્થતા અને આવા અન્ય કેટલાક પરીબળો આ પ્રોજેક્ટના અમલીકરણમાં ગંભીર અવરોધો સાબીત થઈ રહ્યા છે. આશરે બે મહિના પહેલા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ શોક વ્યક્ત કર્યો હતો કે કેટલાક અતાર્કિક નિયમો અને અન્ય અવરોધોના કારણે થતા વિલંબને કારણે ભારતના રાષ્ટ્રિય ધોરીમાર્ગ ઓથોરીટીને વાર્ષિક રૂપિયા ત્રણ લાખ કરોડનું નુકસાન થયુ છે. તેમણે જાહેરાત કરી હતી કે ઓછામાં ઓછા 80% જમીન સંપાદન ન થાય ત્યાં સુધી હવેથી પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવશે નહી. આ અટકેલા કામોને કરવામાં નિયુક્ત કરવામાં આવેલી ફાસ્ટ ટ્રેક કોર્ટ કેવી રીતે મદદરૂપ થશે તેના માટે આપણે રાહ જોવી પડશે.
ભારતે ત્રણ દાયકા પહેલા વૈશ્વિકીકરણ માટે પોતાના તમામ દરવાજા ખુલ્લા મુક્યા હોવા છતા આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાની બાબતમાં ભારત સુસ્ત રહ્યુ છે. કેન્દ્રિય પ્રધાન જ્યારે આ સમસ્યાના મૂળ વિશે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતુ કે જવાબદારીનો અભાવ અને ભ્રષ્ટ અને નિષ્ક્રીય અમલદારશાહી આ દુ:ખદ સ્થીતિનું કારણ છે.
જો કે ભારતે વિશ્વ બેંક ઇઝ ઓફ બીઝનેસ રેંકીંગમાં પ્રગતિ હાંસલ કરી છે. કરાર અમલીકરણની દ્રષ્ટિએ તે વિશ્વ રેંકીંગમાં 163મા ક્રમે અને સંપતિ નોંધણીમાં 164મા ક્રમે છે. કેન્દ્ર સરકારના મુખ્ય નાણાકીય સલાહકાર સંજીવ સન્યાલે પણ જણાવ્યુ હતુ કે રાજ્ય અને કેન્દ્ર સરકારોનું સુસ્ત વલણ આ સમસ્યાઓનું મૂળ છે. વર્ષોથી આરોપો થતા રહ્યા છે કે રાજ્ય કક્ષાએ વેપાર સબંધી બાબતોમાં ભ્રષ્ટાચાર એ મોટી સમસ્યા છે. ભૂતકાળમાં ફોર્બ્સના અહેવાલમાં એક વિવેચક નીરીક્ષણ કરવામાં આવ્યુ હતુ જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે ભ્રષ્ટાચાર અને પરીવહન સબંધિત અવરોધો ભારતને નીચે તરફ ખેંચી રહ્યા છે.
આ પ્રોજેક્ટમાં સરળતા લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સંકલનથી કામ કરવુ જોઈએ. કેન્દ્રએ જણાવ્યુ હતુ કે ભારતને 5 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થામાં ફેરવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર રૂપિયા 100 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. લગભગ એક વર્ષ પહેલા તેણે 18 રાજ્યોમાં હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટની સુચી પણ જાહેર કરી હતી. આ પ્રોજેક્ટને લાગુ કરવા અંતર્ગત તેની પ્રક્રીયા ઝડપી બનાવવા માટે ઝડપી ક્લીયરન્સ અને ન્યાયતંત્રની ઝડપી કામગીરી થવી જરૂરી છે. દેશમાં માનવ સંસાધનોની નિપૂણતા માટે ભારતે પોતાની શીક્ષણ પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. જો વ્યવસાયમાં સરળતા લાવનારા પરીબળોને મજબૂત બનાવવામાં આવે તો જેમ ચુંબક લોઢાને આકર્ષે તેવી રીતે ભારત રોકાણને આકર્ષવામાં સમર્થ બનશે.