ETV Bharat / bharat

લેહમાં ભારતનો પ્રથમ ભૂસ્તર પ્રોજેક્ટ, સામાન્ય લોકોને મળશે મફત વીજળી - જિયોથર્મલ એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

ભારતનો પ્રથમ ભૂસ્તર ક્ષેત્ર વિકાસ પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે સીમાચિહ્ન ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આર. કે. માથુરે આ પ્રોજેક્ટને કાર્બન-તટસ્થ લદ્દાખનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં એક પગલું ગણાવ્યું હતું. એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કરાર પર લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રશાસન, લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-લેહ અને ONGC એનર્જી સેન્ટર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર અને સ્થાનિક સાંસદ જામ્યાંગ શેરીંગ નામગ્યાલની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા.

લેહમાં ભારતનો પ્રથમ ભૂસ્તર પ્રોજેક્ટ
લેહમાં ભારતનો પ્રથમ ભૂસ્તર પ્રોજેક્ટ
author img

By

Published : Feb 8, 2021, 3:16 PM IST

  • લેહમાં ભારતનો પ્રથમ ભૂસ્તર પ્રોજેક્ટ
  • લેફ્ટનન્ટ ગવર્નર અને સ્થાનિક સાંસદ જામ્યાંગ શેરીંગ નામગ્યાલની હાજરીમાં કર્યા હસ્તાક્ષર
  • સામાન્ય લોકોને મળશે મફત વીજળી

લદ્દાખ : ભારતનો પ્રથમ ભૂસ્તર ક્ષેત્ર વિકાસ પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે સીમાચિહ્ન ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આર. કે. માથુરે આ પ્રોજેક્ટને કાર્બન-તટસ્થ લદ્દાખનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં એક પગલું ગણાવ્યું હતું.

સામાન્ય લોકોને 100 ટકા મફત વીજળી પૂરી પાડવામાં આવશે

એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કરાર પર લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રશાસન, લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-લેહ અને ONGC એનર્જી સેન્ટર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર અને સ્થાનિક સાંસદ જામ્યાંગ શેરીંગ નામગ્યાલની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં એક મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે અને સામાન્ય લોકોને 100 ટકા મફત વીજળી પૂરી પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.