નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધતા જઇ રહ્યાં છે. આ વચ્ચે આ આંકડો 16 લાખને પાર પહોંચ્યોં છે. છેલ્લા 24 કલાકમાં 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 779 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણનો એક્ટિવ કેસનો આંકડો 5,45,318 પર પહોંચ્યોં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય તરફથી શુક્રવારે બહાર પાડેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 35,747 લોકોના મોત નિપજ્યા છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 779 મોત સામેલ છે.
આ વચ્ચે દેશમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા 16,38,871 પર પહોચી છે. જેમાંથી 10,57,806 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવતા તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
દેશમાં દર્દીઓના સ્વાસ્થ્ય થવાનો રેટ 64.44 ટકા છે. જ્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે, હાલ આ રેટ 2.21 ટકા છે.
કોરોનાથી પ્રભાવિત રાજ્યો
કોરોના વાઇરસથી મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત છે. જેમાં મહારાષ્ટ્ર 4,11,798 કેસ સાથે ટોંચ પર છે. ત્યારબાદ તમિલનાડુ 2,39,978, દિલ્હી 1,34,403, આંધ્ર પ્રદેશ 1,30,557 અને કર્ણાટક 1,18,632 કેસ સાથે પ્રભાવિત છે.
આ વચ્ચે સંક્રમિતોમાંથી સોથી વધુ મોત પણ મહારાષ્ટ્રમાં 14,729 થયા છે. ત્યારબાદ દિલ્હી 3,936, તમિલનાડુ 3,838, ગુજરાત 2,418 અને કર્ણાટક 2,230 છે.