હૈદરાબાદ: ભારત બાયોટેકે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV) ના સહયોગથી, COVID-19 માટે ભારતની પહેલી રસી COVAXIN સફળતાપૂર્વક વિકસાવી છે.
SARS-CoV-2 સ્ટ્રેઇનને પુણેના એનઆઈવીમાં અલગ કરી ભારત બાયોટેકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. સ્વદેશી, ઇનએક્ટીવેટેડ(નિષ્ક્રિય) રસી ભારત બાયોટેકની બીએસએલ -3 (બાયો-સલામતી સ્તર 3) માં હૈદરાબાદના જીનોમ વેલીમાં સ્થિત ઉચ્ચ કન્ટેનમેન્ટ સુવિધામાં વિકસિત અને ઉત્પાદિત કરવામાં આવી છે.
ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા -CDSCO, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે, સુરક્ષા અને રોગપ્રતિકારક પ્રતિક્રીયાને દર્શાવતા કંપની દ્વારા તૈયાર કરાયેલા પ્રિક્લીનીકલના પરિણામો રજૂ કર્યા પછી, તબક્કો 1 અને 2 ના માનવ તબીબી પરીક્ષણો શરૂ કરવાની મંજૂરી આપી. જુલાઈ 2020 માં સમગ્ર ભારતમાં માનવ તબીબી પરીક્ષણો શરૂ થવાના છે.
ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. કૃષ્મા એલાએ રસીના વિકાસની ઘોષણા કરતા કહ્યું, “અમને COVID-19 સામે ભારતની પ્રથમ સ્વદેશી રસી COVAXIN ની જાહેરાત કરતા ગર્વ થાય છે. આ રસીના વિકાસમાં આઇસીએમઆર અને એનઆઈવીનો સહયોગ મહત્વપૂર્ણ હતો.
CDSCOના સક્રિય સમર્થન અને માર્ગદર્શન દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. અમારી R&D અને મેન્યુફેક્ચરીંગ ટીમે આ રસીને સફળ બનાવવા માટે અથાક મહેનત કરી. "
રાષ્ટ્રીય નિયમનકારી પ્રોટોકોલ દ્વારા વેગ પ્રાપ્ત કરતાં, કંપનીએ વિસ્તૃત પૂર્વ-ક્લિનિકલ અભ્યાસ કરવાના તેના હેતુને વેગ આપ્યો. આ અભ્યાસના પરિણામો આશાસ્પદ રહ્યા છે અને તે વ્યાપક સલામતી અને અસરકારક રોગપ્રતિકારક પ્રતિસાદ દર્શાવે છે.
સેલ કલ્ચર પ્લેટફોર્મ ટેકનોલોજી વિકસિત કરવામાં પોલિયો, હડકવા, રોટાવાયરસ, જાપાનીઝ એન્સેફાલીટીસ, ચિકનગુનિયા અને ઝિકા માટેના ઘણા રસીઓમાં ભારત બાયોટેકનો ટ્રેક રેકોર્ડ સાબિત થયો છે.