ETV Bharat / bharat

ભારતીય સેટેલાઇટ એસ્ટ્રોસેટે અંતરિક્ષમાં તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કરી

author img

By

Published : Aug 25, 2020, 3:59 PM IST

ભારતના પ્રથમ મલ્ટી વેવલેન્થ સેટેલાઇટ એસ્ટ્રોસેટે અવકાશમાં એક દૂર્લભ શોધ કરીને ઇતિહાસ રચ્યો છે. આ સેટેલાઇટે આકાશગંગામાંથી નીકળતા તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણો વિશે જાણકારી મેળવી છે. આ આકાશગંગા પૃથ્વીથી 9.3 અબજ પ્રકાશ વર્ષ દૂર છે.

indian-satellite-astrosat
ભારતીય સેટેલાઇટ એસ્ટ્રોસેટે અંતરિક્ષમાં કરી તીવ્ર અલ્ટ્રાવાયલેટ કિરણોની શોધ

પુણેઃ ભારતના પ્રથમ મલ્ટી વેવલેન્થ સેટેલાઇટ એસ્ટ્રોસેટે અવકાશમાં એક દૂર્લભ શોધ કરીને ઇતિહાસ રચ્યો છે. આ સેટેલાઇટે આકાશગંગામાંથી નીકળતા તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણો વિશે જાણકારી મેળવી છે. આ આકાશગંગા પૃથ્વીથી 9.3 અબજ પ્રકાશ વર્ષ દૂર છે.

પુણે સ્થિત ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સના (IUCAA) નેતૃત્વમાં વૈજ્ઞાનિકોની એક વૈશ્વિક ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સંદર્ભમાં IUCAAએ જણાવ્યું હતું કે, ભારતની પ્રથમ મલ્ટી વેવલેન્થ સેટેલાઇટ એસ્ટ્રોસેટની પાસે પાંચ વિશિષ્ટ એક્સરે અને ટેલિસ્કોપ ઉપલબ્ધ છે, જે એક સાથે કામ કરે છે.

તેમણે કહ્યું કે, એસ્ટ્રોસેટમાં AUDFS-01 નામની આકાશગંગામાંથી નીકળતી તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણોની જાણકારી મેળવી છે, આ પૃથ્વીથી 9.3 અબજ પ્રકાશ વર્ષ દૂર છે.

તીવ્ર અલ્ટ્રાવાયલેટ કિરણોની શોધ કરનારી વૈશ્વિક ટીમનું નેતૃત્વ ડૉ.કનક શાહે કર્યું હતું. આ ટીમમાં ભારત, ફ્રાંસ, સ્વિટ્ઝર્લેન્ડ, અમેરિકા, જાપાન અને નેધરલેન્ડના વૈજ્ઞાનિકો શામિલ હતા.

અલ્ટ્રાવાયલેટ કિરણો વર્ષ 2016ના ઓક્ટોમ્બર મહિનામાં સતત 28 દિવસ સુધી દેખાયા હતા, પરંતું આ વિશે જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકોને 2 વર્ષથી પણ વધુનો સમય લાગ્યો છે. IUCAAના ડિરેક્ટર સોમક રાય ચૌધરીએ કહ્યું કે, આ એક ખુંબ જ મહત્વપૂર્ણ જાણકારી છે, આનાથી આપણે ખબર પડશે કે બ્રહાંડમાં અંધકાર કેવી રીતે ખત્મ થયો અને પછી અહીં પ્રકાશની શરૂઆત કેવી રીતે થઇ.

તેમણે વધુમાં કહ્યું કે અમારે એ જાણવાની જરૂર હતી કે બ્રહાંડમાં પ્રકાશ કેવી રીતે આવ્યો પરંતુ તે શોધવું ખુબ જ મુશ્કેલ હતું. આજે મને ગર્વ છે કે મારા સાથીઓએ આવી મહત્વપૂર્ણ શોધ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.