ETV Bharat / bharat

વિશેષ અહેવાલ: ભારતીય રેલવે ફરી પાટા પર

author img

By

Published : Jan 10, 2020, 10:00 PM IST

ભારતીય રેલવે જે રાષ્ટ્રની પ્રગતિ અને જીવાદોરીનો ચહેરો હોવી જોઈએ તે આજકાલ ચિંતાની સ્થિતિમાં હોય તેમ લાગે છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કરેલું નિવેદન કે, છેલ્લાં 6.5 દાયકાથી રેલવે આંતરમાળખામાં માત્ર 30 ટકા જ સુધારો થયો છે અને આ નિવેદન પોતે જ પડઘો પાડે છે કે, વિકાસની ગતિ કેટલી ધીમી છે.

Indian Railway
ભારતીય રેલ

કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે ભારતીય રેલવેના સંચાલન ગુણોત્તર પર નિષ્કર્ષ કાઢતી વખતે કડક રીતે નિવેદન કર્યું કે, રેલવે જેટલી આવક મેળવી રહી છે તેટલો જ ખર્ચ કરી રહી છે અને તેણે સંચાલનના તેના રસ્તાને પુનઃ તપાસવું જોઈએ. તેના ભાગરૂપે કેન્દ્ર સરકારે રેલવેને વર્ષ 2030 સુધીમાં નફાકારી પાટા પર ફરી દોડતી કરવા રૂ. 50 લાખ કરોડનો અંદાજ મૂક્યો છે. સમગ્ર રકમનો યોગ્ય ઉપયોગ થાય તેવા દ્રષ્ટિકોણથી કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવે બોર્ડનું પુનર્ગઠન કરવા લીલી ઝંડી આપી છે.

આ મહિનાના પ્રથમ સપ્તાહમાં રેલવે બોર્ડે દેશની રાજધાની દિલ્હીમાં ‘પરિવર્તન સંગોષ્ઠિ’ અથવા ‘પરિવર્તન માટે પરિસંવાદ’ યોજ્યો હતો. બોર્ડના પ્રસ્તાવિત પુનર્ગઠન માટે કરવાના કામ માટે વિચાર મંથનનું સત્ર કરવા રેલવેના ટોચના અધિકારીઓ હાજર હતા. પ્રધાન મંડળની અનુમતિ સાથે અખિલ ભારતીય આઠ પ્રકારની સેવાઓ, જે અત્યાર સુધી પ્રચલિત હતી તેના સ્થાને માત્ર એક જ ભારતીય રેલવે સેવા કેડર જ રહેશે. આ જ રીતે સંખ્યાબંધ વિભાગોના સ્થાને હવે રેલવેમાં માત્ર રેલવે સુરક્ષા દળ (RPF) અને મેડિકલ સેવા એકમ રહેશે.

સત્તાવાર સમજૂતી એ છે કે, કેન્દ્રએ અનેક કેડર અને વિભાગો વચ્ચે એકરૂપતા લાવીને ટ્રેનો જાળવવામાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ પરિવર્તનને અનુમતિ આપી છે. ખરેખર તો પ્રકાશ ટંડન સમિતિ (1994) રાકેશ મોહન સમિતિ (2001) સામ પિત્રોડા સમિતિ (2012) અને બિબાક દેબરોય સમિતિએ (2015) પરિવર્તન માટે કરેલી ભલામણો માત્ર કાગળ પર કેદ થઈને રહી ગઈ હતી. રેલવે તંત્રની અસમાન સંચાલન સ્થિતિમાં એ જોવું રહ્યું કે, પ્રસ્તાવિત પુનર્ગઠન કઈ રીતે રેલવેને પાછી પાટા પર દોડતી કરી શકે છે.

એ અકલ્પનીય છે કે, 1905થી રેલવે પર આઠ પૈડાં પર દોડતું તંત્ર પરિવહન, નાગરિક, યાંત્રિક (મિકેનિકલ), વિદ્યુતીય (ઇલેક્ટ્રિકલ) અને ટેલિકોમ જેવાં સેવા ક્ષેત્રોમાં હજુ પણ વર્ચસ્વ ધરાવે છે. વંદે ભારત એક્સ્પ્રેસ (ટ્રેન 18) શરૂ થવામાં વિલંબ એ વિદ્યુતીય અને યાંત્રિક વિભાગો વચ્ચે ગંભીર અસહકારનું ઉદાહરણ છે. જે તત્સમય સુધી આ રીતે જ કામ કરતા હતા. બોર્ડના અનેક સભ્યો દ્વારા સ્વાર્થી એજન્ડાના અમલના અભિગમનો સામનો કરવા બોર્ડને અડધું કરી નાખવાનો નિર્ણય હિંમતભર્યો છે. નિર્દેશક જે માનવ સંસાધન વિભાગ પર નજર રાખે છે, તેમણે બોર્ડના અધ્યક્ષ હેઠળ કામ કરવાનું રહેશે અને અધ્યક્ષ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) તરીકે કામ કરશે. બોર્ડના ચાર સભ્યો વિસ્તરણ, આંતરમાળખું, પરિવહન અને આર્થિક બાબતો સીધી જોશે. જે રીતે કોર્પોરેટ સંગઠનોમાં કરવામાં આવે છે તેમ અનુભવ અને નિપુણતાવાળા લોકોને કામ પર રાખવાનો વિચાર, બઢતીમાં વરિષ્ઠતા કરતા કાર્યપ્રદર્શન વધુ અગત્યનું છે. આ સંકેત દાવો કરે છે કે, કેન્દ્ર સરકાર ખરેખર હકારાત્મક પરિવર્તન લાવવા ઝંખે છે.

એ જોવું રસપ્રદ રહેશે કે આ નિર્ણય કઈ રીતે એક વર્ષના સમયમાં સમૂહ-‘એ’ના 8 હજારથી વધુ કર્મચારીઓને અસર કરશે. જો સમગ્ર પ્રસ્તાવને અમલમાં મૂકાશે તો રેલવેના સંચાલનનો અસહકારનો અભિગમ દૂર કરીને નવી આશા જગાડે છે.

એ હકીકત છે કે, રાજકીય જાળામાં ફસાઈને ભારતીય રેલવે ભંડોળ, આંતરમાળખા અને મુસાફરોને સુખ-સુવિધાઓ અને તેમની સલામતીના મુદ્દાઓ માટે તેની સબસિડીઓનો દુરુપયોગ અને અન્યો માટે કુખ્યાત હતું. સંદીપ બંદોપાધ્યાય સમિતિના આંકડાઓ દર્શાવે છે કે 1950-2016ના સમયગાળા દરમિયાન મુસાફરો અને માલની સંખ્યા અનુક્રમે 1344 ટકા અને 1642 ટકા વધ્યો. જોકે નેટવર્કનું વિસ્તરણ 25 ટકા પણ વધ્યું નથી. આ રીતે આ અહેવાલ દાયકાઓ સુધી રેલવેના શાસક ભદ્ર દ્વારા દર્શાવેલી નિષ્ક્રિયતાને બહાર લાવે છે. મોદી સરકાર ખાતરી આપે છે કે વર્ષ 2023 સુધીમાં રાષ્ટ્રીય સ્તરનું નેટવર્કિંગ જે સાંપ્રત સમયની જરૂરિયાત છે તેના સંદર્ભમાં ભારતીય રેલવેના પરિવર્તન, સુધારા અને સાફસફાઈ પછી સંપૂર્ણ વિદ્યુતીકરણ કરવામાં આવશે.

તે વધુમાં વચન આપે છે કે, એપ્રિલ 2020થી શરૂ કરીને એક નવી સિગ્નલ પ્રણાલિ વ્યવહારમાં મૂકવામાં આવશે. ભારત અમેરિકા, ચીન અને રશિયા પછી સૌથી મોટી રેલવે પ્રણાલી છે. આ દેશોમાં ગતિના વિક્રમો તોડવા, અત્યાધુનિક ટેક્નોલોજી સાથે અત્યાધુનિક સુખ-સુવિધાઓ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે ત્યારે આપણા દેશમાં અનેક પ્રોજેક્ટથી પ્રણાલી કચડાય જાય છે. ભારત હજુ પણ સ્થિતિસ્થાપક ડિઝાઈન અને મજબૂત નિયંત્રણ આદેશ પ્રણાલીઓ શોધવામાં હજુ પાછળ છે.

અગાઉ મોદી સરકારે દેશના નાગરિકોને વચન આપ્યું હતું કે, વૈજ્ઞાનિક આયોજન અને અસરકારક કાર્યયોજનાના સમાંતર પાટા પર પ્રગતિના વાહનને મૂકવામાં આવશે. જો સરકાર રેલવેની વ્યાવસાયિક કાર્યક્ષમતાને ઝળકાવવામાં સફળ થઈ તો તે દેશ અને તેના આર્થિક અને સામાજિક વિકાસમાં મોટી મદદરૂપ સાબિત થશે. રેલવેના નવા બોર્ડનું પુનર્ગઠન સીમાચિહ્ન તો જ બનશે જો રેલવે સંચાલનની પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદેહીનો બોધ લાવવામાં આવશે. આનાથી સંકટમાં મૂકાયેલી ભારતીય રેલવે પૂરી ગતિ સાથે પાટા પર દોડવા લાગશે.

Intro:Body:

mangal-2

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.