ETV Bharat / bharat

અંદમાર-નિકોબાર ટાપુ પર ભારત અને અમેરિકી નેવીએ અભ્યાસ કર્યો

ભારતીય નૌકાદળએ પરમાણું ક્ષમતાથી લૈસ USS નિમિત્ઝ (USS Nimitz)ની આગેવાનીમાં અમેરિકી નૌકાદળના એક સમૂહની સાથે અંદમાર-નિકબોર દ્વીપ સમૂહ કાંઠે સૈન્ય અભ્યાસ કર્યો હતો. ભારતીય નૌસેનાના 4 અગ્રણી યુદ્ધ જહાજોએ 'પાસેક્સ' અભ્યાસમાં ભાગ લીધો હતો.

Indian Navy
Indian Navy
author img

By

Published : Jul 21, 2020, 7:12 AM IST

નવી દિલ્હી: પૂર્વી લદાખમાં નિયંત્રણ રેખા પર ચીન સાથે અથડામણ વચ્ચે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોના કાફલાએ પરમાણું ક્ષમતાથી લઈ લૈસ યૂએસએસ નિમિત્ઝની આગેવાનીમાં અમેરિકી નૌકાદળના એક સમૂહની સાથે અંદમાર-નિકોબાર ટાપુ કિનારે સૈન્ય અભ્યાસ શરુ કર્યો હતો. નિમિત્ઝ હાલ હિન્દ મહાસાગરમાં તૈનાત છે અને આંદમાન અને નિકોબાર ટાપુ તટે યુદ્ધાભ્યાસ કરી રહી છે.

આ અંગે અધિકારીએ કહ્યું કે, ભારતીય નૌકાદળના 4 અગ્રણી યુદ્ધ જહાજોએ 'પાસેક્સ' યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો છે. આ યુદ્ધાભ્યાસ એવા સમયે થયો છે. જ્યારે અમેરિકી કૈરિયર સ્ટ્રાઈક ગ્રુપ દક્ષિણ ચીન સાગરથી લઈ હિંદ મહાસાગર પસાર થઈ રહી છે. USS નિમિત્ઝ (USS Nimitz) દુનિયાનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે અને બંન્ને સૈન્ય વચ્ચે આ કવાયતનું મહત્વ વધ્યું છે. કારણ કે, એવા સમયે યુદ્ધ અભ્યાસ થઈ રહ્યો છે. જ્યારે પૂર્વ લદ્દાખ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીની સૈન્ય આક્રમક વલણ અપનાવી રહ્યું છે.

ભારતે ગત્ત મહિને જાપાનના નૌકાદળની સાથે આ પ્રકારનો યુદ્ધાઅભ્યાસ કર્યો હતો. ભારતીય નૌકાદળે પૂર્વી લદાખમાં ચીન સાથેની ગતિવિધિને ધ્યાનમાં રાખીને હિંદ મહાસાગર વિસ્તારમાં તેમનું પેટ્રોલિંગ વધાર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભારતે રફતારથી પ્રાદેશિક સુરક્ષાને લઈ અમેરિકી નૌકાદળ અને જાપાન સમુદ્રી સુરક્ષાદળ જેવા મિત્ર નૌકાદળોની સાથે તેમનું પરિચાલનના સહયોગમાં પણ વધારો કર્યો છે. સંસાધન સંપન્ન ક્ષેત્ર ચીનના નૌકાદળોના વધતા પ્રભાવને જોતા અમેરિકા, ભારત, ઑસ્ટ્રેલિયા, જાપાન અને ફાંસના નૌકાદળોએ ભારત-પ્રશાંત વિસ્તારમાં તેમના પરસ્પર સહયોગને મજબૂત બનાવ્યો છે.

પૂર્વી લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા બાદ કેન્દ્ર સરકારે સેનાની ત્રણ પાંખોને હાઈ એલર્ટ પર રાખી છે. ભારતીય નૌકાદળોને હિંદ મહાસાગરના એ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા કહેવામાં આવ્યું છે, જ્યાં ચીની નૌકાદળનો વારંવાર સામનો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.