ETV Bharat / bharat

ભારતીય સેના જાસૂસી માટે પોતાનો ઉપગ્રહ તરતો મુકશે - આંતરિક સંદેશ વ્યવહાર

બાહ્ય આક્રમણ અને આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના એક નવું જ શસ્ત્ર તૈયાર કરી રહી છે અને તે છે પોતાનો અલગ જ ઉપગ્રહ આકાશમાં તરતો કરવો. સેનાની જરૂરિયાત પ્રમાણેની સેવા આપનારો સેટેલાઇટ ટૂંક સમયમાં છોડવામાં આવશે.

etv bharat
etv bharat
author img

By

Published : Feb 4, 2020, 12:35 PM IST

“હાઇ-રેઝોલ્યૂશન સાથેની તસવીરો લેવાની ક્ષમતા ધરાવતો અને ભારતીય સેનાની ક્ષમતામાં અનેકગણી વૃદ્ધિ કરનારો સેટેલાઇટ ટૂંક સમયમાં છોડવામાં આવશે,” એમ જાણકાર વર્તુળોએ ઈટીવી ભારતને જણાવ્યું હતું. “આર્મીની સંદેશ વ્યવહાર, દૂરથી નજર રાખવી, ચોકીપહેરો રાખવો અને જાણકારી એકઠી કરવા સહિતની કામગીરી માટે તેનો ઉપયોગ કરાશે. તેના કારણે અત્યાધુનિક ડ્રોન ઓપરેશન્સ પણ સરળ બનાવશે,” એમ જાણકારે પોતાનું નામ જાહેર કર્યા વિના જણાવ્યું હતું. ઉપગ્રહને કારણે સેનાનું પોતાનું સંદેશવ્યવહાર નેટવર્ક હશે, અને તે સલામત હોવાથી ગુપ્તતા જળવાઈ રહેશે. તેનું સંચાલન સિગ્નલ્સ ડિરેક્ટોરેટ હસ્તક રહેશે.

રિમોટ સેન્સિંગ અને સર્વેલન્સની ઉપગ્રહની ક્ષમતાને કારણે તે “આય ઇન ધ સ્કાય” (આકાશમાં આંખ) બની રહેશે અને પાકિસ્તામાંથી એલઓસીમાંથી ઘૂસણખોરી કરનારા ત્રાસવાદીઓ પર નજર રાખવા તથા પાકિસ્તાની સેનાની હલચલ, તેના અડ્ડા વગેરે પર પણ નજર રાખી શકાશે. સરહદ પર નજર રાખવા ઉપરાંય ઉપગ્રહની મદદથી અગત્યના લશ્કરી થાણાં અને તંગદિલીગ્રસ્ત વિસ્તારો પર પણ નજર રાખવામાં આવશે. ભારતના 55 ઉપગ્રહોમાંથી 8-10 ભારતીય સેના માટે ઉપયોગમાં આવે છે. નજીકના ભવિષ્યમાં વધુ લશ્કરી ઉપગ્રહો છોડવામાં આવશે તેમ માનવામાં આવે છે.

અત્યાર સુધીમાં ISRO તરફી 34 દેશોના 327 ઉપગ્રહો તરતા મૂકાયા છે, જેમાં સૌથી અગત્યનું મિશન હતું PSLV-C37. 15 ફેબ્રુઆરી 2017ના રોજ આ એક જ મિશનમાં એક સાથે 104 ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા. ભારતે નવેમ્બર 2019માં છોડેલા કાર્ટોસેટ-3 ઉપગ્રહની એવી ક્ષમતા છે કે 500 કિમી દૂરથી પણ માત્ર 25 સેમી નાની વસ્તુની પણ અચૂક તસવીર લઈ શકે. ભારતીય ઉપગ્રહનું આ સારામાં સારું રેઝોલ્યૂશન છે. એપ્રિલ 2019માં ISROએ EMISAT ઉપગ્રહ છોડ્યો હતો, જે જમીન પરથી ટ્રાન્સમીટ થતાં કોઈ પણ સિગ્નલને પકડી શકે છે. દુશ્મને છુપાવેલા ઉપકરણો કે રડાર પણ છુપા રહી શકે નહિ. બીજો એક ઉપગ્રહ માઇક્રોસેટ R રાત્રે પણ તસવીરો લઈ શકે છે.

ભારતીય નૌકા દળનો પોતાનો ‘રુકમણી’ નામનો ઉપગ્રહ છે, જે ઑગસ્ટ 2013માં છોડાયો હતો. ભારતીય વાયુ દળનો પોતાનો ઉપગ્રહ ‘GSAT-7A’ ડિસેમ્બર 2018માં છોડાયો હતો. મજાની વાત એ છે કે કેન્દ્રનું ગૃહ મંત્રાલય પણ પોતનો અલગ ઉપગ્રહ છોડવા માગે છે, જેથી અર્ધલશ્કરી દળો CRPF અને BSF માટે ઉપયોગી થઈ શકે અને ત્રાસવાદ તથા નક્સલી પ્રવૃત્તિઓ સામે નજર રાખી શકાય.

“લાંબા ગાળે પોતાનો અલગ ઉપગ્રહ હોવો જોઈએ એવી ભલામણને આધારે ગૃહ મંત્રાલય આ માટે તૈયારી કરી રહ્યું છે,” એમ સ્રોતોએ જણાવ્યું હતું. સેના માટે અને સુરક્ષા માટે આગવા ઉપગ્રહો ભારતની મહત્ત્વાકાંક્ષી 24,600 કરોડ રૂપિયાની નેટવર્ક ફૉર સ્પેક્ટ્રમ (NFS) યોજના સાથે મળીને કામ કરશે. અગત્યની ગુપ્ત માહિતી તથા જુદી જુદી પાંખ વચ્ચે આંતરિક સંદેશ વ્યવહારને તદ્દન ગુપ્ત રાખવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે.

હાલના ધ્વની, વીડિયો અને ડેટા એક્સચેન્જ ઉપરાંત ભવિષ્યમાં આવનારી ડેટા ઍનેલિસિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એપ્લિકેશન્સ સાથે કામ કરી શકાય તે રીતે NFS યોજના તૈયાર કરવામાં આવશે.

લેખકઃ- સંજીબકુમાર બરુઆ

Intro:Body:

blank national

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.