રક્ષા મંત્રાલયે તેની મંજૂરી આપી દીધી છે. જેને લઈ હવે સેનામાં મહિલાઓ દુષ્કર્મ, છેડછાડ અને મહિલાઓ સંબંધિત અપરાધોની તપાસ કરશે. આ રજીસ્ટ્રેશન 25 એપ્રિલે શરૂ થઈ ચૂક્યું છે.
આપને જણાવી દઈએ કે, જનરલ બિપિન રાવતે સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે આ યોજનાને લાગૂ કરી હતી અને હાલમાં જ તેને મંજૂરી આપવામાં આવી છે.
રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સેનામાં મહિલાઓની ભાગીદારી 20 ટકા હશે.