ભારતીય વાયુસેનાનાં એમઆઈ-17 હેલીકોપ્ટર દ્વારા કેદારનાથ હેલિપેડમાં યૂટી એર પ્રાઈવેટ લિમિટેડનાં દુર્ઘટનાગ્રસ્ત હેલીકૉપ્ટરનેને નીચે ઉતારવામાં આવ્યુ છે. આ ખાનગી વિમાન થોડા સમય પહેલાં કેદારનાથ હેલીપેડ પર પવિત્ર તીર્થસ્થળથી 11,500 ફૂટની ઉંચાઈએ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતું.
26 ઓક્ટોબરની સવારે વાયુસેનાં તરફથી મિગ-17ના 5માં યૂનિટને હેલિકોપ્ટરની કાર્યવાહીમાં લગાવવામાં આવ્યુ હતું, દુર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટરને દહેરાદૂનની પાસે સહસ્ત્રધારામાં ઉતારવામાં આવ્યુ છે.
કેદરનાથ ક્ષેત્રમાં હેલીકોપ્ટરને એક સાંકળી ઘાટીમાંથી થઈને પસાર થવું પડે છે. અહીં હવાનું દબાણ બહુ વધારે હોવાને કારણે અચાનક જ હવામાન ખરાબ થવા લાગે છે. એવામાં સામાન્ય ચૂક હેલીકૉપ્ટરનુ દુર્ઘટનાનું કારણ બની શકે છે.
આ ઘટનામાં પાયલટ રાજેશ ભારદ્વાજ સહિત છ તીર્થયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતાં.