ETV Bharat / bharat

સેનાએ બાલાકોટમાં કેવી રીતે આતંકવાદી કેમ્પને કર્યા નામશેષ, જૂઓ વીડિયો...

author img

By

Published : Oct 4, 2019, 6:07 PM IST

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ બાલાકોટ હુમલાનો એક વીડિયો જાહેર કર્યો છે. વાયુસેના મુજબ આનો ઉદ્દેશ્ય લોકોને હુમલા અંગે માહિતગાર કરવાનો હતો.

બાલાકોટ હુમલાનો વીડિયો જાહેર

ભારતીય વાયુસેનાએ બાલાકોટ એરસ્ટ્રાઇકનો એક વીડિયો જાહેર કર્યો છે. આ એક પ્રમોશન વીડિયો છે. વીડિયોમાં એ જણાવવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે કે, વાયુસેનાએ કેવી રીતે આતંકવાદીના ઠેકાણાને નષ્ટ કર્યા અને કેવી રીતે આતંકવાદીના કેમ્પને તબાહ કર્યા.

વાયુસેનાએ રજૂ કરેલો વીડિયો

ભારતીય વાયુસેનાના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ વીડિયો જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને હુમલા અંગે માહિતગાર કરવાનો છે. લોકો માટે એ જાણવું ખુબ જ જરૂરી છે કે, કેવી રીતે ભારતીય સૈન્યએ પોતાની જીંદગીનો જુગાર રમીને પાકિસ્તાનને તેની કરતુતનો જવાબ આપ્યો.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કશ્મીરના પુલવામામાં પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક નાપાક હરકતને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો.

આ ઘટના બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકવાદીના કેમ્પ પર રાત્રીના સમયે હુમલો કર્યો હતો. એક અંદાજ પ્રમાણે આ હુમલામાં 300 જેટલા આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા. જે ત્યાં આતંકી ટ્રેનિંગ લઇ રહ્યા હતા.

વાયુસેના પ્રમુખે જણાવ્યું કે, વાયુ સેનાએ ગત એક વર્ષમાં ઘણી બધી મોટી સફળતાઓ મેળવી છે. આમાની એક એરસ્ટ્રાઇક પણ છે. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન દ્વારા હવાઈ ઘુસણખોરીના પ્રયત્ન બાદ વાયુસેનાએ એક મિગ-21 ગુમાવ્યું હતું, જ્યારે આ સમયે પાકિસ્તાને પોતાનું એક F-16 વિમાન ગુમાવ્યું હતું.

વાયુસેના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, રાફેલ અને S-400 એર ડિફેન્સ મિસાઇલ પ્રણાલી ભારતીય વાયુસેનાની ક્ષમતામાં વધારો કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.