વૉશિંગ્ટન: દુનિયાભરમાં કોવિડ-19 વાઈરસની કુલ સંખ્યા 1 કરોડ પાર પહોચી છે. વર્લ્ડોમીટર મુજબ મોડી રાતે કોરોનાના દર્દીઓની સંખ્યા 1,01,81,117 થઈ છે. જ્યારે 5,01,878 લોકોના મૃત્યુ થયા છે. દુનિયાના અન્ય દેશોમાં 41,26,189 એક્ટિવ કેસ છે. જ્યારે 54,82,050 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.
અમેરિકામાં 25,96,771 કેસ અને 1,28,152 લોકોના મૃત્યુઆંકમાં પ્રથમ સ્થાન પર છે. બીજા સ્થાન પર બ્રાઝીલ છે. જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,15,941 અને મૃત્યુઆંક 57.130 છે.
રશિયામાં 6,24,437 કેસ સાથે ત્રીજા સ્થાન પર છે. મૃત્યુઆંક 9,073 છે. વર્લ્ડોમીટર પર રવિવારે રાત્રે 5 કલાકના આંકડા અનુસાર ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,30,993 થઈ છે. જ્યાં કુલ 16,124 લોકોના મૃત્યું થયા છે.
સૌથી વધુ કોરોના સંક્રમણના દેશના ટોપ 10માં બ્રિટેન (3,10,250), સ્પેન (2,95,549), પેરુ (2,75,989), ચિલી (2,67,766), ઈટલી (2,40,136) ઈરાન (2,20,669) પણ સામેલ છે.
અત્યારસુધીમાં 9 દેશો છે જ્યાં 10,000થી વધુના મોત થયા છે. જેમાં અમેરિકા , બ્રાઝીલ, ભારત સિવાય બ્રિટેન(43,514), ઈટલી (34,716), ફ્રાન્સ (29,778), સ્પેન (28,341),મેક્સિકો (26,381) અને ઈરાન (10,508) સામેલ છે.