ETV Bharat / bharat

ભારત- નેપાળ વચ્ચે ઉદભવેલી 'ગેરસમજ'નું નિવારણ લાવીશું: રાજનાથસિંહ - ભારત નેપાળ પર રાજનાથ સિંહ

ઉત્તરાખંડની વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને દોર્યા હતા અને બંને દેશો વચ્ચેનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો વિશે પણ જણાવ્યું હતું. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, જો ભારત દ્વારા બનાવવામાં આવેલા રસ્તાને કારણે જો નેપાળના લોકોમાં કોઈ ગેરસમજ ઉદભવી હશે તો, તો અમે તેને દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા તેનું નિવારણ લાવીશું.

Rajnath
Rajnath
author img

By

Published : Jun 15, 2020, 5:39 PM IST

નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે ભાજપની ડિજિટલ રેલીમાં કહ્યું હતું કે, ભારત અને નેપાળ વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. તેમણે એમ પણ કહ્યું કે, જો કોઇ ગેરસમજ થઇ હશે, તો તે વાતચીત દ્વારા ઉકેલી લેવામાં આવશે.

રાજનાથસિંહે કહ્યું, "ભારત-નેપાળ વચ્ચે અસાધારણ સંબંધો છે અને દુનિયાની કોઇ પણ તાકાત તેને તોડી નહીં શકે. જો ભારત અને નેપાળ વચ્ચે કોઈ ગેરસમજ છે, તો અમે તેને વાતચીત દ્વારા ઉકેલીશું.”

ભારત-નેપાળમાં સરહદના મુદ્દે સંરક્ષણ પ્રધાને કહ્યું કે, લીપુલેખમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલા રસ્તો ભારતીય સીમાની અંદર છે. તેમણે કહ્યું કે, હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે નેપાળ અંગે ભારતના લોકોમાં ક્યારેય કડવાશ ન આવી શકે.

રાજનાથસિંહે નેપાળ સાથેની વહેંચેલા વારસોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો ક્યારેય તૂટી નહીં શકે, ધારચુલાની સામે કેટલા પણ તાર લગાવી લેવામાં આવે.

રાજનાથ સિંહનો સંદેશ નેપાળને થયેલા એક વાંધા બાદ આવ્યો હતો. લીપુલેખ લિંક રોડ સામે વાંધો ઉઠાવતા નેપાળે પોતાનો નકશો બહાર પાડ્યો હતો, જેમાં ભારતનો કેટલાક વિસ્તારો નેપાળમાં દેખાય રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.