સંયુક્ત નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
- આ અમારા માટે ખૂબ શાનદાર અને યાદગાર યાત્રા રહી છે.
- હું આ મુલાકાત ક્યારેય નહીં ભૂલી શકું
- મહાત્મા ગાંધી આશ્રમ જઈને ખૂબ સારુ લાગ્યું
- આજે દ્વીપક્ષી ચર્ચા બેઠકની જગ્યાએ સહયોગ વધારે લાગ્યો
- સંયુક્ત નિવેદનમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, રક્ષા ક્ષેત્રમાં મહત્વના કરાર થયા છે.
- બંને દેશોની વચ્ચે ઉર્જામાં સહયોગને લઇને વાતચીત થઇ છે.
- બંને દેશોની વચ્ચે ડિફેન્સ ડીલ પર સહમતિ બની છે.
- 3 અરબ ડોલરના રક્ષા કરાર પર સહમતિ બની છે.
- ટ્રેડ ડીલ પર વાતચીત થઇને લઇને ખુશ છું
- આતંકવાદને સમાપ્ત કરવો જોઇએ.
- કટ્ટર ઈસ્લામિક આતંકવાદને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.
સંયુક્ત નિવેદનમાં PM મોદીના નિવેદનના મુખ્ય અંશો
- કોમર્સ મિનિસ્ટર્સની વચ્ચેની સમજણને લીગલ સ્વરૂપ આપવામાં આવશે.
- ભવિષ્યમાં એક ટ્રેડ ડીલ પણ કરવામાં આવશે.
- બંને દેશો વચ્ચે અત્યાધુનિક રક્ષા ઉપકરણ વિશે ચર્ચા કરવામાં આવી છે.
- ડ્રગ્સ અને દાણચોરી રોકવા બંને દેશો તૈયાર છે.
- રક્ષા અને ઉર્જા ક્ષેત્રે આજે વાતચીત થઈ છે.
- ગેસ-તેલ માટે અમેરિકા ભારતનો મુખ્ય સ્ત્રોત છે.
- ગ્લોબલ સ્તરે બંને દેશોના સંબંધો મજબૂત થયા છે.
- ટેક્નોલોજી ક્ષેત્રે બંને દેશો સાથે મળીને કામ કરશે.
- ભારત-અમેરિકા વેપાર માટે પ્રતિબદ્ધ.
- ભારત અને અમેરિકાના સંબંધ નવી ઉંચાઇ પર પહોંચ્યાં છે.
- ભારતીય સેનાએ usaની સાથે સંયુક્ત ટ્રનિંગ કરી રહી છે.
- અંતરરાષ્ટ્રીય સુરક્ષા વધારવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.
- સ્ટ્રેટેજિક એનર્જી પાર્ટનરશિપ બની રહી છે.
- બંને દેશ સંતુલિત વ્યાપાર માટે પ્રતિબદ્ધ છે.
- બંને દેશોના હિત માટે સહમતિથી નિર્ણય લેવાશે