- ભારતીય રિર્ઝવ બેન્કની મહત્વની જાહેરાત
- માર્ચ મહિનાથી 100,10 અને5 રૂપિયાની જૂની નોટ ચલણમાં નહી
- લોકોએ ગભરાવવાની જરૂર નથી- RBI
મેંગલોરઃ ભારતીય રિર્ઝવ બેન્કના જનરલ મેનેજર બીએમ મહેશે જાણકારી આપી છે કે માર્ચ મહિનાથી 100 રૂપિયાની નોટ ચલણમાં નહી ચાલે. મતલબ કે આપણે આવતા માર્ચ મહિનાનાથી 100, 10 અને 5 રૂપિયાની નોટનો ઉપયોગ કરી શકશું નહી.
માર્ચ મહિનાથી 100,10 અને5 રૂપિયાની જૂની નોટ ચલણમાં નહી
જિલ્લા પંચાયત નેત્રાવતી હોલમાં જિલ્લા સ્તરિય બેન્કિંગ સુરક્ષા અને રોકડ વ્યવસ્થા વિભાગની બેઠક યોજવામાં આવી હતી. જેમાં RBI ના જનરલ મેનેજર બીએમ મહેશ એ જાણકારી આપી હતી કે માર્ચ મહિનાથી 100,10 અને5 રૂપિયાની જૂની નોટ ચલણમાં નહી વાપરી શકાય, કારણ કે અધિક નોટો નકલી છે. RBI એ છેલ્લા 6 મહિનાથી આ નોટોને છાપવાનું પણ બંધ કરી દીધુ છે.

લોકોએ ગભરાવવાની જરૂર નથી
RBI એ જણાવ્યું કે આ નિર્ણયથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. જૂની નોટ બંધ થવાથી લોકોમાં ખોટી ચિંતા ઉભી ન થઈ એટલા માટે જ 2019માં 100ની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. જેથી નવી નોટોના સર્કયુલેશન બાદ જૂના નોટો માર્કેટમાંથી બહાર કાઢવાથી લોકોમાં અફરાતફરી ન મચે.

નોંધનીય છે કે વર્ષ 2016માં રૂપિયા 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવી હતી અને લોકોમાં અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ વખતે આવું ન બને તે માટે RBI એ પહેલા નવી નોટ માર્કેટમાં લાવી જૂની નોટ ચલણમાંથી કાઢવાનો નિર્ણય કર્યો છે.