ETV Bharat / bharat

COVID-19 સામેની લડત માટે વિશ્વ બેન્ક ભારતને 1 અજબ ડોલરનું કટોકટી ભંડોળ આપશે - કોવિડ-19

વર્લ્ડ બેન્કે જાહેરાત કરી છે કે, ભારતને કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે 1 અજબ ડૉલરનું કટોકટી ધિરાણ આપવામાં આવશે.

COVID-19
COVID-19
author img

By

Published : Apr 3, 2020, 9:23 AM IST

સંયુક્ત રાષ્ટ્ર: વર્લ્ડ બેન્કે જાહેરાત કરી છે કે, ભારતને કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે 1 અજબ ડૉલરનું કટોકટી ધિરાણ આપવામાં આવશે.

વિશ્વ બેન્કે આ ધિરાણ વાત કરતાં જણાવ્યું હતું કે, આ સહાય વધુ સારી સ્ક્રીનીંગ, સંપર્ક ટ્રેસિંગ અને લેબોરેટરી ડાયગ્નોસ્ટિક્સ, વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોની પ્રાપ્તિ, નવા આઇસોલેશન વોર્ડ બનાવવાનું સમર્થન કરશે. 1.9 અબજ ડૉલર ફાસ્ટ-ટ્રેક સહાયના પ્રથમ પેકેજ છે, જેને બોર્ડ-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા ફાસ્ટ-ટ્રેક પ્રોગ્રામ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. બાકીની સહાય 24 અન્ય દેશોમાં કરવામાં આવશે.

આગળ વાત કરતાં બેન્ક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "આગામી 15 મહિનામાં 160 અબજ ડોલર જમા કરાવવાની અવધિ છે. જેથી દેશને ગરીબ અને નિર્બળ લોકોનું રક્ષણ કરવા, સહાયક વ્યવસાયો અને આર્થિક પુનપ્રાપ્તિને વેગ આપવા માટે મદદ કરી શકાય.

વર્લ્ડ બેંક ગ્રૂપના પ્રમુખ ડેવિડ માલપેસે જણાવ્યું હતું કે, "અમે વિકાસશીલ દેશોની કોવિડ-19 રોગચાળાને લગતી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા અને આર્થિક અને સામાજિક પુનઃપ્રાપ્તિ માટેનો સમય ટૂંકાવવાની ક્ષમતાને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ."

ફાસ્ટ ટ્રેક પ્રોગ્રામ અંતર્ગત મંજુર થયેલ $ 1.9 બિલિયન હેઠળ, પાકિસ્તાનને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રોમાંના કટોકટીના પ્રતિસાદ માટે 200 મિલિયન ડોલર મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.