નવી દિલ્હી: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના PJ-10 પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું આજે (બુધવારે) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું બીજું પરીક્ષણ છે.
આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિશાળ રેન્જ ધરાવે છે. મિસાઈલને સ્વદેશી બૂસ્ટરની સાથે લૉન્ચ કરાઈ છે.