વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પાકિસ્તાનની આ ટિપ્પણીની આકરી ટીકા પણ કરી હતી.
રવિશ કુમારે પોતાના નિવેદનમાં ક્હ્યું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય કાયદાના શાસન અને તમામ ધર્મો, ખ્યાલો માટે સમાન આદર સાથે સંબંધિત છે, જે પાકિસ્તાનના સિદ્ધાંતોનો ભાગ નથી.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કરતારપુર કોરિડોર ખોલ્યો તે દિવસે અયોધ્યા કેસના આવેલા નિર્ણય પર પ્રશ્ર કરતા કહ્યું કે, તે આવા ખુશીના પ્રસંગે પ્રદર્શિત થયેલી 'અસંવેદનશીલતા' પ્રત્યે ખૂબ જ દુ:ખી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે શનિવારના રોજ અયોધ્યા જમીન વિવાદ મુદ્દે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરતી વખતે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો કે, 'મસ્જિદના નિર્માણ માટે 'સુન્ની વકફ બોર્ડ'ને 5 એકર જમીન ફાળવવામાં આવે'
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની પીઠે ભારતીય ઈતિહાસની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ આ વ્યવસ્થા સાથે લગભગ 130 વર્ષથી ચાલી આવતા આ સંવેદનશીલ વિવાદનો નિર્ણય કર્યો છે. આ વિવાદથી દેશની સામાજિક રચના ભાંગી પડી હતી.
જણાવી દઈએ કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ અયોધ્યા કેસ અંગેના નિર્ણયના સમય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પાકિસ્તાનની એક ખાનગી ચેનલે કુરેશીના હવાલાથી કહ્યુ કે, ' શું આ બાબતને થોડા દિવસો માટે ટાળી નહોંતી શકાતી ? આ ખુશીના અવસર પર બતાવેલી 'અસંવેદનશીલતા' થી ખૂબ જ દુ:ખી છું'
ઉલ્લેખનીય છે કે, આ કોરિડોર ગુરદાસપુરના બાબા નાનક ગુરૂદ્વારાને પાકિસ્તાનના કરતારપુરના દરબાર સાહિબ સાથે જોડે છે. અહીં ગુરુ નાનક દેવે તેમના જીવનના છેલ્લા 18 વર્ષ વિતાવ્યા હતા.