ભારત 24મો દેશ છે જેના પ્રવાસ પર આવી રહ્યા છે ટ્રમ્પ
ભારત 24મો એવો દેશ છે. જેના પ્રવાસ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. સત્તા સંભાળ્યા બાદ આજસુધી ટ્રમ્પ કુલ 23 દેશોની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે.
ભારત સિવાય ટ્રમ્પે અત્યારસુધીમાં આ દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે.
- અફધાનિસ્તાન
- આર્જન્ટીના
- કેનેડા
- ચીન
- ફિનલેન્ડ
- ઈરાક
- ઈઝરાયલ
- ઉત્તર કોરિયા
- ફિલીપીસ
- પોલેન્ડ સઉદી અરબ
- સિંગાપુર
- વેટિકન સિટી
- વેસ્ટ બેન્ક
ટ્રમ્પે છેલ્લા ત્રણ વર્ષમાં બેલ્જિયમ, જર્મની, આર્યલેન્ડ, ઈટલી, દક્ષિણ કોરિયા, સ્વીઝરલેન્ડ અને વિયતનામની 2-2 વખત યાત્રા કરી અને જાપાન અને યુનાઈટેડ કિંગડમની 3-3 વખત યાત્રા કરી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રમ્પે માત્ર ફ્રાંસનો 4 વખત પ્રવાસ કર્યો છે. છેલ્લા 2 વર્ષમાં મેલાનિયા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 અમેરિકી યુદ્ધ ક્ષેત્રોનો પ્રવાસ કર્યો છે. જેમાં અમેરિકી સૈન્યના જવાનો સેવા આપી રહ્યા છે. ગત્ત વર્ષ તેમણે પૂર્વી અફધાનિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને એક વર્ષ પહેલા તેમણે પશ્ચિમી ઈરાકનો પ્રવાસ કર્યો હતો.