ન્યૂઝ ડેસ્ક: ભારતીય નૌ સેનાએ છેલ્લાં કેટલાંક સપ્તાહમાં અસરગ્રસ્ત મલગાસી વસતિને તેના 'ઓપરેશન વેનિલા' દ્વારા હિન્દ મહાસાગરમાં પૂર્વ આફ્રિકાના તટ પર આવેલા સહાય આપી હતી. INS ઐરાવતને રાહત કામગીરી દ્વારા સહાય આપવા તરત જ વાળી દેવાયું હતું અને સ્થાનિકો માટે તબીબી શિબિરો સ્થાપવામાં આવ્યા હતા. ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સહકાર વિસ્તારવું તે ગયા સપ્તાહે લખનઉમાં ડીફેન્સ એક્સ્પો 2020ના બીજા દિવસે રાજનાથસિંહ અને લેફ્ટ. જન. રિચાર્ડ વચ્ચે ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો હતો. રાજનાથે ભાર મૂકીને કહ્યું હતું કે દરિયાઈ પડોશીઓ તરીકે 'બંને દેશોની સુરક્ષિત દરિયાઈ વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. જેથી વેપાર અને ધંધા ફૂલેફાલે. "લેફ્ટ. જનરલે વળતામાં, ભારપૂર્વક કહ્યું હતું કે "હિન્દ મહાસાગરના દરિયાઈ ક્ષેત્રમાં સુરક્ષા જાળવવામાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે."
માનવતાવાદી સહાય માટે ભારતનો આભાર માનતા મડાગાસ્કરના પ્રમુખ રાજોએલિના દ્વારા ટ્વીટના જવાબમાં, મડગાસ્કરના સંરક્ષણ પ્રધાનએ અગાઉ લખ્યું હતું, "હિન્દ મહાસાગર દ્વારા મડાગાસ્કર સાથે જોડાયેલું ભારત સુખ અને દુઃખમાં મડાગાસ્કર સાથે ઊભા રહેવા કટિબદ્ધ છે. હું તમારી સાથે 'ક્ષેત્રમાં તમામના સુરક્ષા અને વૃદ્ધિ' ('સાગર') માટે કામ કરવા આતુરતા પૂર્વક રાહ જોઉં છું.
દજિબૌટીમાં તેના સૈન્ય થાણા દ્વારા પશ્ચિમી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીન વધુ ને વધુ પગ જમાવી રહ્યું છે ત્યારે ભારતે તેના આફ્રિકી ભાગીદારો સાથે રણનીતિત્મક સહકાર વધારી દીધો છે. આ રણનીતિને ધ્યાનમાં રાખીને 6 ફેબ્રુઆરી 2020ના રોજ લખનઉમાં ડીફેન્સ એક્સ્પો 2020 નામના સંરક્ષણ પ્રદર્શનની 11મી આવૃત્તિ દરમિયાન પહેલી વાર ભારત-આફ્રિકાના સંરક્ષણ પ્રધાનોની પરિષદ યોજાઈ હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે નાઈજીરિયા, ઈથિયોપિયા અને તાન્ઝાનિયામાં સંરક્ષણ શૈક્ષણિક વિદ્યાપીઠ અને કોલેજો સ્થાપી છે. બોત્સ્વાના, નામિબિયા, યુગાન્ડા, લેસોથો, ઝામ્બિયા, મોરિશિયસ, સેશેલ્સ, તાન્ઝાનિયા સહિત અનેક આફ્રિકી દેશોમાં પ્રશિક્ષણ ટુકડીઓ પરિનિયોજિત કરી છે અને સંરક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમો તેમજ સદભાવના જહાજ મુલાકાતો પણ હાથ ધરી છે. "અમે માનવતાવાદી સહાય અને રાહત સંચાલનો જેમ કે વર્ષ 2019માં મોઝામ્બિકમાં ચક્રાવાત ઈડાઈ દરમિયાન અને વર્ષ 2018માં દજિબૌટી દ્વારા 41 દેશોમાં અસહાય લોકોને ખસેડવામાં અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં મડાગાસ્કર સહિત ક્ષેત્રોમાં આવાં અન્ય વિવિધ સંચાલનો દ્વારા ભારતીય સંરક્ષણ દળોના પ્રદાનને પણ સ્વીકારીએ છીએ." તેમ સંરક્ષણ પ્રધાનોની બેઠક બાદ બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું. ત્રાસવાદ અને અંતિમવાદ, સમુદ્રી લૂટ, સંગઠિત અપરાધ જેમાં માનવ ચોરી, ડ્રગ્ઝની હેરાફેરી, શસ્ત્રની દાણચોરી વગેરેના સામાન્ય સુરક્ષા પડકારોને સ્વીકારતાં, સંરક્ષણ પ્રધાનોની પરિષદે વધુ સારા સંરક્ષણ સહકાર માટે પણ આહ્વાન કર્યું હતું. "અમે મૂડીરોકાણ, સંરક્ષણ ઉપકરણ સોફ્ટવેરમાં સંયુક્ત સાહસ, ડિજિટલ સંરક્ષણ, સંશોધન અને વિકાસ, સંરક્ષણ ઉપકરણ પૂરું પાડવું, છૂટક ભાગો અને ટકાઉ તેમજ પરસ્પર લાભકારી શરતો પર તેમને જાળવવા વગેરે દ્વારા સંરક્ષણ ઉદ્યોગના ક્ષેત્રમાં વધુ ગહન સહકાર માટે આહ્વાન કરીએ છીએ," તેમ સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.
વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથેની આ વાતચીતમાં, સંરક્ષણ પ્રધાન રિચાર્ડે એ વાત રેખાંકિત કરી કે ભારત ઉભરતાં અર્થતંત્રોની સંરક્ષણ ક્ષમતાને પૂરી રીતે બદલવામાં મદદ કરી શકે છે. દરમિયાનમાં મડાગાસ્કરે ભારતના સંરક્ષણ પ્રધાનને આ વર્ષે 26 જૂને તેના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.
પ્ર. 1- મડાગાસ્કરમાં તાજેતરનાં વાવાઝોડાંઓએ કેટલો વિનાશ વેર્યો તેની અમને થોડી જાણકારી આપો.
લેફ્ટ. જન. રિચાર્ડ- છેલ્લા સતત વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પૂર આવ્યાં અને તેના લીધે માનવ અને સામગ્રી બંને રીતે ભારે નુકસાન થયું. સત્તાવાર રીતે મડાગાસ્કરમાં 21 જણાનાં મૃત્યુ થયાં છે, 20 લોકો લાપતા થયાં છે અને લગભગ 80 હજાર લોકો બેઘર થયા છે.
પ્ર.2- પ્રથમ સહાય આપનાર તરીકે ભારતીય સહાય કેટલી નોંધપાત્ર રહી? ભારત પાસેથી તમારી વધુ અપેક્ષાઓ કઈ છે?
લૅફ્ટ. જન. રિચાર્ડ- ભારતીય સરકાર તરફથી સહાય ખરેખર આધારભૂત રહી કારણકે પાંચ ટન ખાદ્ય અને દવા ઉપરાંત આરોગ્ય સેવાઓ પણ પૂરી પડાઈ હતી. ઉપરાંત આ મુશ્કેલીના સમયમાં બહુ થોડા સમયમાં મલાગાસી વસતિની સહાય માટે આવવા માટે મડાગાસ્કર ભારતને મહાન મિત્ર તરીકે ઓળખે છે. ગણતંત્રના પ્રમુખે તેમના ટ્વીટમાં ભારતીય સરકારનો વડા પ્રધાન મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ મારફતે આભાર માન્યો છે.
પ્ર. 3- હિન્દ મહાસાગરમાં વાસ્તવિક સુરક્ષા પ્રદાતા તરીકે શું ભારત પાસે પ્રદર્શનીય ક્ષમતા છે?
લૅફ્ટ. જન. રિચાર્ડ- ભારત તેનાં કૌશલ્યો અને વિશ્વ વ્યાપી પ્રતિષ્ઠા માટે જાણીતો વિશાળ દેશ છે. ડીફેન્સ એક્સ્પો દ્વારા દેશ વિશ્વના અન્ય દેશો તરફ આકર્ષણની શક્તિનું પ્રદર્શન કરે છે. ભારતના સંરક્ષણ પ્રધાન સાથે આફ્રિકી દેશોના સંરક્ષણ પ્રધાનોની પરિષદે ભારતીય કમ્પ્યૂટર ઉદ્યોગો તરફ આફ્રિકી દેશોનો મહાન રસ દર્શાવ્યો. વધુમાં, પ્રગતિ અને ટેકનોલોજીકીય સાહસથી ભારત સાથે સહકાર મજબૂત કરવાની ઈચ્છા જાગી છે.
પ્ર. 4- લખનઉમાં ડીફેન્સ એક્સ્પોમાંથી તમે કયા મહત્ત્વના મુદ્દે આશા રાખી રહ્યાં છો? તમારો અનુભવ કેવો રહ્યો છે?
લૅફ્ટ. જન. રિચાર્ડ- ડીફેન્સ એક્સ્પો દેશના ઈતિહાસમાં તમામથી ઉપર એક મહત્ત્વનો કાર્યક્રમ છે. કારણકે તે આયોજક દેશની વધુ આગળ જવાની ક્ષમતા દર્શાવે છે. સંરક્ષણ ડિજિટલીકરણના સંદર્ભમાં ભારતનું કાર્યપ્રદર્શન ઉભરતાં અર્થતંત્રોના સંરક્ષણને પૂરી રીતે બદલવા માટે ભવિષ્યનો પથ ખોલે છે. લશ્કરી બાબતોમાં ક્રાંતિ એ હવે દુર્લભ પરિકલ્પના નથી રહી. જે તે દેશમાં સરહદનું નિયંત્રણ અથવા શત્રુના સશસ્ત્ર હુમલાનો સામનો કરવા જેવા વારંવાર થતા સુરક્ષા પ્રશ્નોને ઉકેલવા નીચલા સ્તરે પણ આ ડિજિટલીકરણમાં વધુ રસ દર્શાવાયો છે.
પ્ર. 5- ભારત અને મડાગાસ્કર વચ્ચે તમે કયા પ્રકારનો સૈન્ય અને સુરક્ષા સહકાર જોઈ રહ્યા છો?
લૅફ્ટ. જન. રિચાર્ડ- લખનઉમાં ડીફેન્સ એક્સ્પોની સાથેસાથે ભારતીય અને મડાગાસ્કર સહિત આફ્રિકી દેશોના સંરક્ષણ પ્રધાનોની પરિષદ થઈ હતી. ભારત-આફ્રિકા સહકારના ચોકઠાની અંદર આંતરરાષ્ટ્રીય સુરક્ષા સુધારવાનો જ હંમેશાં ઉદ્દેશ્ય હોય છે. આ બધાથી ઉપર આપણે એ તો ન જ ભૂલવું જોઈએ કે, ભારતે આફ્રિકા સાથે નજીકની કડી છે. કારણકે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ભણ્યા હતા. વર્તમાન વડા પ્રધાનને ઝિમ્બાબ્વે સાથે જોડાણ છે. એ પણ હકીકત છે કે, ભારતે બિનજોડાણવાદી દેશોની પરિકલ્પના શરૂ કરી છે. આ બધું ભારત સાથે સંબંધો મજબૂત કરવા આપણને ધકેલે છે. મહાસાગર જ્યાં મડાગાસ્કર આવેલું છે તેનું નામ ‘હિન્દ’ છે અને આ અનુસાર, જેના પ્રતિનિધિમંડળોએ પરિષદમાં ભાગ લીધો તે બંને દેશો વચ્ચે સહકાર મજબૂત કરવા માટે છે.