રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશપ્રધાન વાંગ યીના વચ્ચે બંને પક્ષોની સીમા સાથે જોડાયેલા મુદ્દાનો યોગ્ય અને પારસ્પરિક રીતે ગતિ આપવાનો સંકલ્પ કર્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યુ કે, વાતચીત રચનાત્મક રહી, આ દરમિયાન દ્ધિપક્ષીય વિકાસની સમજૂતીને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સરહદી વિસ્તારોમાં શાંતિ બનાવી રાખવી મહત્વપૂર્ણ છે. આ દરમિયાન ભારત ચીન સંબંધોને વ્યૂહાત્મક અભિગમથી સરહદના મુદ્દાના મહત્વને રેખાંકિત કરવામાં આવ્યું.
ચીનના વિદેશપ્રધાન વાંગ શુક્રવારે ભારતમાં આવ્યા હતા.
PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની વચ્ચે આ વર્ષે ઓક્ટોબરમાં મહાબલીપુરમમાં થયેલી અનૌપચારિક શિખર વાર્તા બાદ ચીન અને ભારતની વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક છે.
ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો ભાગ માને છે, જ્યારે ભારત તેનો વિરોધ કરતો રહ્યો છે.
ચીની વિદેશ મંત્રાલયના વાંગે નિવેદન આપતા કહ્યું કે, ભારત અને ચીન બંને દેશોના નેતાઓ મહત્વપૂર્ણ નિર્દેશન મુજબ સીમા વાર્તાને સકારાત્મક રીતે આગળ વધારવું જોઈએ. વાતચીતના રોડમેપની રૂપરેખા તૈયાર કરવી જોઈએ, જે યોગ્ય અને બંન્ને પક્ષો દ્વારા સ્વીકાર્ય હોય.
તેમણે નિવેદનમાં કહ્યું કે, બંને દેશ સંચાર અને સંકલનને વધુ મજબૂત કરવું જોઈએ અને સંયુક્ત રીતે બહુપક્ષવાદ, નિષ્પક્ષતા અને ન્યાયની રક્ષા કરવી જોઈએ.