મહિલા વકીલે હાઈકોર્ટમાં જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ અરજી કરી હતી કે, તેની જન્મ તારીખ 28 ફેબ્રુઆરી છે. જ્યારે તે ભરતી માટેની જાહેરાત મુજબ ઓનલાઇન અરજી કરવાની તારીખ 1લી ફેબ્રુઆરી થી 1લી માર્ચ રાખવામાં આવી છે. આ તારીખ દરમિયાન અરજદારની ઉમર 35થી વધુની ન હોવી જોઈએ. પરંતુ અરજદારની જન્મ તારીખ 28 ફેબ્રુઆરી હોવાથી તેમની ઉમર એક દિવસ મોટી થઈ જાય છે. તેથી આ કટ ઓફ ડેટ ગેરવ્યાજબી અને અતાર્કિક હોવાથી તેને ગેરકાયદે જાહેર કરી અરજદારને રાહત આપવામાં આવે.
હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે હાઈકોર્ટના રિકૃટમેન્ટ વિભાગના રજિસ્ટ્રારને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે.