સુષ્મા સ્વરાજની યાદમાં યોજવામાં આવેલી આ પ્રાર્થના સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સહિત ટોંચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ યોજાયેલી પ્રાર્થના સભામાં વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ જણાવ્યું કે, " વસુધૈવ કુટુંબકમને વિદેશ મંત્રાલય કઇ રીતે સિદ્ધ કરી શકે, તેઓએ વિશ્વમાં ફેલાયેલા ભારતીય સમુદાયના લોકોના માધ્યમથી કરી બતાવ્યું હતું. વધુમાં મોદીએ સુષ્મા સ્વરાજની પ્રશંસા કરતા જણાવ્યું કે સુષ્માનું ભાષણ પ્રભાવી હોવાની સાથે પ્રેરક પણ હોય છે. તેની સ્પીચમાં વિચારોની અનુભુતીનો અનુભવ દરેક લોકો કરતા હોય છે.