ETV Bharat / bharat

કોવિડ-19: જમ્મુ-કાશ્મીરમાં ઘોડાને હોમ ક્વોરેન્ટાઈન કરાયો - કોવિડ 19 ન્યૂઝ

કોરોના વાઈરસના જોખમ વચ્ચે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા વહીવટીતંત્રે ચાર અઠવાડિયાથી એક ઘોડાને ક્વોરેન્ટાઈન કર્યો છે. એક વ્યક્તિ આ ઘોડા દ્વારા રાજૌરી પહોંચ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું.

કોવિડ -19
કોવિડ -19
author img

By

Published : May 28, 2020, 11:47 AM IST

રાજૌરી: કોરોના વાઈરસની મહામારી વચ્ચે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા વહીવટીતંત્રે ચાર અઠવાડિયાથી એક ઘોડાને ક્વોરેન્ટાઈન કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે એક વ્યક્તિ આ ઘોડાને લઈને રાજૌરી પહોંચ્યો, ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. આ અધિકારીઓએ નિરીક્ષકને પણ ઘોડાની સંભાળ રાખવા અને આ દરમિયાન તમામ રક્ષણાત્મક પગલાં ભરવાની સૂચના આપી છે.

સત્તાવાર માહિતી અનુસાર, મંગળવારે મોડી સાંજે પોલીસની ટીમે મુગલ રોડથી કાશ્મીર ખીણ તરફ પાછા ફરતા એક વ્યક્તિને ઘોડા સાથે રોક્યો હતો. બાદમાં તેને તપાસ માટે મેડિકલ સેન્ટર મોકલ્યો હતો.

પશુચિકિત્સકોના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, ઘોડાને કોઈ ખતરો નથી. પરંતુ અધિકારીઓએ સાવચેતી રૂપે ઘોડાને અલગ રાખવાનો નિર્ણય કર્યો હતો.

આ દરમિયાન રાજૌરીના એડિશનલ ડેપ્યુટી કમિશનર (એડીસી) શેરસિંહે કહ્યું હતું કે, તમામ નિષ્ણાતોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને, ઘોડાના શરીરના તાપમાનની તપાસ કરવામાં આવી હતી. જે બાદ તે અન્ય પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો. ઘોડાના રખેવાળ લોકોને તેઓ નિવારક તમામ પગલાંનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.