આજે પીવાના પાણીની એટલી ખરાબ સ્થિતિ છે કે, આપણા ઘરે પીવાના પાણીને આપણે સીધે-ધીધે પી પણ નથી શકતાં. કારણ કે, નળમાંથી આવતાં પાણીમાં મોટાભાગે કચરો જોવા મળે છે. વળી ઘણા એવા લોકો પણ છે જે ગંદુ પાણી પીવા માટે મજબૂર છે. તેઓ અનેકવાર તંત્ર લેખિત અરજીઓ કરે છે, પણ તેની કોઈ કાર્યવાહી થતી નથી અને તેઓ નળમાંથી આવતાં ઝેરને રોજ પીવા માટે મજબૂર બને છે. મહત્વની વાત એ છે કે, આવી પરિસ્થિતિ સામાન્ય વ્યક્તિના જીવનમાં જોવા મળે છે. ક્યારેય કોઈ ઉચ્ચકક્ષાના રાજનેતાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી. એટલે જ કદાચ તેઓ સરળતાથી ભાષણ કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લે છે. કારણ કે, તેમને સામાન્ય વ્યક્તિના તકલીફનો કોઈ અંદાજ નથી.
હાલ દેશની રાજધાની નવી દિલ્હીમાં પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેની માટે વિભિન્ન વિસ્તારોમાંથી પાણીના 11 નમૂના એકઠાં કરાયા હતા. પાણીની ગુણવત્તાને 19 માપદંડોને આધારે ચકાસવામાં આવ્યું હતું. જેમાં તે 11 માપદંડોના પરીક્ષણમાં નિષ્ફળ રહ્યું હતું. તેના પરથી સાબિત થાય છે કે, પીવાના પાણીની ગુણવત્તા દિવસેને દિવસે નીચલા સ્તરે પહોંચી રહી છે.
પાણીના નમૂનામાં મિશ્રિત પદાર્થમાં અશુદ્ધિ, કઠોરતા, ક્ષાર, ખનિજ, ધાતુની સામગ્રી, જળ-મળના અંશ અને જંતુઓનો સમાવેશ હોય છે. જેથી તેની સ્વસ્છતાનું માપદંડ પર આ પદાર્થના આધારે કરવામાં આવે છે. જેમાં પાણીની શુદ્ધતા સાબિત થઈ શકી નહોતી.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 'હમારી સરકાર કે લિએ અપમાન હે' જેવા નારા લગાવ્યા હતા. તેમજ તેમણે દિલ્હીમાં અશુદ્ધ પીવાના પાણીનો હવાલો સાબિત કરવા માટેનો પડકાર આપ્યો હતો.
પાસવાને આ પાણી શુદ્ધતા અંગે જણાવ્યું હતું કે, શુદ્ધ પીવાનું પાણી આપવું એ રાજ્ય સરકારનું કાર્ય છે, ત્યારે આ વિવાદ શાંત થયો હતો. પાસવાને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, આ નક્કી કરવા માટેના મહત્વના પગલા લેવામાં આવશે. દેશમાં શહેરોની અંદર અપાતું પીવાનું પાણી ભારતીય ધોરણો બ્યુરો ( BIES) દ્વારા નિર્ધારિત ગુણવત્તાના આધારે નક્કી કરવામાં આવે છે. આ તમામ પાણી પુરવઠા કંપનીઓને ફરજિયાત BIES ધોરણોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જેથી હવે સારી પરિસ્થિતિની અપેક્ષા કરી શકાય છે. આ ઘટનાને કારણે પ્રધાને બીઆઈએસ ધોરણોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધારવા અને નાગરિકોને આંતરરાષ્ટ્રીય ધોરણનું પાણી પહોંચાડવાની પોતાની જવાબદારી લીધી છે.
શું દેશભરમાં પરીક્ષણ શક્ય છે ખરું?
હાલ પીવાના પાણીની બોટલો અને લગભગ 140 જેટલી ઉત્પાદિત BIES ધોરણ પ્રમાણે છે. કેન્દ્ર માટે આ અનિવાર્ય બનાવવા માટેનો અધિકાર છે કે, તે દરેક ઉત્પાદન/સેવાને ગુણવત્તાના આધારે પરીક્ષણ કરી શકે છે. પીવાના પાણીની ગુણવત્તા સાથે સંબંધિત હાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને BIES અધિકારી જળ પરીક્ષણ માટે જરૂરી પાયાના માળખાની ચર્ચા કરવા માટે રાજ્યોના સરકારી સ્વાસ્થ્ય વિભાગો અને નગરપાલિકાઓ સાથે બેઠક કરી હતી. જે પીવાના પાણીની અપૂર્તિ માટે ખૂબ જ મહત્વનું છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હાલમાં જ એક નળના પાણીનો સીધો ઉપયોગ કરવા માટે સ્પષ્ટ ના પાડી હતી. એક અભ્યાસ થકી જાણવા મળ્યું હતું કે, યમુના નદીએ પ્રદૂષણ નિયંત્રણ સીમાઓને પાર કરી ચુકી છે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને એક પ્રશ્ન થાય છે કે, શું પીવાનું પાણી BIESના ધોરણો પ્રમાણે શુદ્ધ સાબિત થાય છે ખરું ??
હકીકતમાં 2024 સુધી તમામ લોકો પીવાના પાણીને ઉપલબ્ધ કરાવવા માટે પોતાના મિશન પ્રમાણે કેન્દ્રિય ઉપભોક્તા વિભાગે BIESની મદદથી દેશભરમાં અપાતાં પીવાના પાણીની ગુણવત્તાનું પરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યો, સ્માર્ટ શહેરો અને જિલ્લાઓને ગુણવત્તાના માપદંડના પરીક્ષણને આધારે વર્ગીકૃત કરવામાં આવે તેવી અપેક્ષા છે. જે અંતર્ગત પીવાના પાણીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સ્થાપિત 'ભારતીય ધોરણ 10500: 2012' ની જાહેરાત કરી હતી કે, મોટાભાગના નમૂનાઓનું ભૌતિક, રાસાયણિક અને ઝેરી માપદંડના આધારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના મોડેલો નિષ્ફળ ગયા હતા. મુંબઈ વિશ્વના સૌથી શુધ્ધ પાણી પુરવઠા શહેરોમાં પ્રથમ નંબરે ઉભરી આવ્યું છે. કારણ કે, પરીક્ષણ માટે મુંબઈથી એકત્રિત કરવામાં આવેલા 10 નમૂનાઓમાંથી એક પણ નિષ્ફળ ગયું નથી.
હૈદરાબાદ અને ભુવનેશ્વરમાંથી એકઠાં કરેલાં 10 નમૂનાઓમાંથી માત્ર 1 નમૂનો મુંબઈ પછીના શહેરોમાં છે. અમરાવતીમાં દસમાંથી છ નમૂનાઓ નિષ્ફળ ગયા હતા. દિલ્હી, ચંદીગ,, તિરુવનંતપુરમ, પટના, ભોપાલ, ગુવાહાટી, બેંગ્લોર, ગાંધીનગર, લખનઉ, જમ્મુ, જયપુર, જયપુર, દહેરાદૂન અને કલકત્તામાં બધા નમૂનાઓ નિષ્ફળ ગયા હતા. જ્યારે પૂર્વોત્તર રાજ્યોની રાજધાનીઓ અને અન્ય રાજધાનીઓમાં પીવાના પાણીના પરીક્ષણ બાદ 15 જાન્યુઆરી, 2020 સુધીમાં આ અહેવાલ જાહેર કરવામાં આવશે.
યોજના એ છે કે, તમામ જિલ્લાના કેન્દ્રોમાંથી નમૂના એકત્રિત કરી પરીક્ષણ કરવામાં આવે. બાદમાં આ રિપોર્ટ 15 ઓગસ્ટ, 2020 સુધીમાં બહાર પાડવો જોઈએ.
ભારતના ઘણા શહેરો તેમજ દેશના 256 જિલ્લાઓને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે અન્ય સ્થળોએ લગભગ 70 ટકા પાણી દૂષિત જોવા મળે છે.
પાણીના સ્ત્રોતની મોટાભાગની સપાટી પ્રદૂષણમાં જકડાઈ ગઈ છે. કેટલાક પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે. તો વળી, કેટલાંક કચરાઢગમાં ફેરવાઈ ગયા છે. જેમાં નદીઓ પણ બાકાત રહી નથી.
આજે પણ 14.5 કરોડ ઘર પાણીની સુવિધાથી વંચિત છે. આજે લાખો લોકો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું નથી. થોડા સમય અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી સમસ્યાને ધ્યાનમાં રાખી એક લક્ષ્ય નક્કી કર્યો હતો કે, 2024 સુધી જળજીવન મિશન (JJM)ના માધ્યમથછી દરેક ગામ અને દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે.
જળજીવન એ ફક્ત એક સરકારી કાર્યક્રમ નથી, પણ એક સાર્વજનિક કાર્યક્રમ છે. જેમાં પ્રજાએ જોડાવવું જોઈએ. આ કાર્ય માટે કેન્દ્રની યોજના છે કે, વર્ષ 2024 સુધી ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રત્યેક વ્યક્તિ માટે પ્રતિદિન 43થી 55 લીટર સુરક્ષિત પીવાનું પાણી પ્રાપ્ત થવું જોઈએ.
સ્વચ્છ પાણીની શોધ....
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અંગે જણાવ્યું હતું કે, જળજીવન મિશનને સફળ બનાવવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. જળસ્ત્રોતોની જળ-મળને શુદ્ધ કરવા માટેના નિવારણની જરૂર છે. પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભૂજળનો ઉપયોગ કરવાને બદલે નદીના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જેની માટે નદીઓને સ્વચ્છ રાખવી જરૂરી છે.
જળ સ્રોત વધારવા માટે જળ સંરક્ષણ, સમારકામ અને પુનઃઉપયોગની પ્રક્રિયાને અનુસરવી જોઈએ. વરસાદી પાણીના સંગ્રહ અને સિંચાઇના યોગ્ય સંચાલન અંગે લોકોને શિક્ષિત કરવા જરૂરી છે. ઘરોમાં અપાતાં પાણીની ગુણવત્તા અને પ્રમાણની દેખરેખ માટે ડિઝિટલ સેન્સરનો ઉપયોગ ફાયદાકારક છે. સ્થાનિક સ્તરે જળ સંસાધનોના સમારકામ અને વિતરણને વિકેન્દ્રિત કરવાની જરૂર છે. જળજીવન મિશન અને કૌશલ્ય વિકાસ મંત્રાલયે સાથે મળીને ગામડાની મહિલાઓને નળના પાણીની ગુણવત્તા ચકાસવા માટેની તાલીમ આપે છે. જો જળજીવન મિશન તેના હેતુને પાર પાડવામાં સફળ થશે તો, મોદી સરકાર દેશભરમાં પીવાના પાણીમાં ક્રાંતિ લાવવામાં સમક્ષ સાબિત થાય તેમાં કોઈ શંકા નથી.
ગુજરાતને મળ્યો બોધપાઠ...
વડાપ્રધાન મોદીને જળ સંસાધનોમાં વિશેષ રસ છે. જો આપણે પાણીના નીતિવિષય બાબતો વિશે જાણવું હોય તો, આપણે 2002માં ફરી મુલાકાત લેવી જોઈએ. જ્યારે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તીવ્ર તંગી હતી. અધિકારીઓએ ટ્રેન અને ટેન્કર દ્વારા પાણી લાવીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તે સમય દરમિયાન મોદીએ અધિકારીઓને સ્પષ્ટ કર્યુ હતું કે, અસ્થાયી સમાધાનની જગ્યાએ કાયમી સમાધાન થવું જોઈએ. જેના પરિણામો છ વર્ષના સમયગાળામાં પ્રાપ્ત થયા હતા. વર્ષ 2008થી રાજ્યમાં ભૂગર્ભ જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના 80 ટકા ઘરોમાં નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે પણ રાજ્યમાં પૂરનું પાણી હતું તે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને અન્ય પાણીની તંગીવાળા વિસ્તારોમાં લવવામાં આવતું હતું.
2019માં જ્યારે ધોરમાર વરસાદ પડ્યો ત્યારે જળશયો પોતાની ક્ષમતા કરતાં વધુ ભરાઈ ગયા હતાં. 'ગુજરાત વૉટરગ્રિડ' પ્રણાલીએ રાજ્યના 18,500 ગામડાઓમાં 14 હજારથી વધુ ગામમાં પાણી પહોચાડ્યું હતું. આમ, તેણે મોટી સફળ મેળવી હતી. ત્યારબાદ દેશના બાકી વિસ્તારોમાં પણ જળ સંરક્ષણ અને તેના ઉપયોગ માટે તે મૉડલ સાબિત થયું હતું.
ગુણવત્તામાં ઘટાડો...
વર્ષ 2009ના મે મહિનામાં ઉનાળા દરમિયાન હૈદરાબાદના ભોલાકપુરમાં દૂષિત નળનું પાણી પીવાથી સાત લોકોના મોત થયા હતા. એવું કહેવાય છે કે, ચામડા ઉદ્યોગના કારણે મીઠા પાણીની પાઈપમાં પ્રદુષકો પ્રવેશવાનાથી પાણી પ્રદૂષિત થયું છે. જેનાથી લોકોને ઝાડા-ઉલ્ટી થઈ હતી અને બે દિવસમાં સાત લોકોનાં મોત થયા હતા. જેની અસર ગરમીની તીવ્ર તરંગોને કારણે વધુ થતાં સેંકડો ગરીબ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોએ થોડા દિવસો અગાઉ દૂષિત પીવાના પાણીનાની ફરિયાદ કરી હતી. પરંતુ અધિકારીઓ તેની અવગણના કરી હતી. જેના કારણે નિર્દોષ લોકોનાં મોત થયા હતાં. આ ઘટનાથી પીવાના પાણીના ધોરણો અને અધિકારીઓની બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો. દુર્ભાગ્યની વાત એ છે કે, આપણે બધા આજે રસોડામાં દૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે.
-શ્રીનિવાસ દરગોની