આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 288 સીટ માટે 12 કરોડની જનતા આગામી સમયમાં સત્તાના સિંહાસને રાજતિલ્લક કરવા ઉત્સુક છે, તો વળી આ બાજુ હરિયાણામાં 83 લાખ મતદારો 90 સીટો પર મતદાન કરવા થનગની રહ્યા છે. આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.
મહારાષ્ટ્રમાં સત્તાધારી ભાજપ-શિવસેના ફરી એક વાર સત્તામાં આવવા માટે થનગની રહી છે. જેના માટે પુરજોશમાં પ્રયત્નો ચાલી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને એનસીપી સાથે સાથે પ્રકાશ આંબેડકર અને ઓવૈશી પણ બરાબરની તાકાત લગાવી રહ્યા છે. જો કે, ભાજપ અને શિવસેનાએ હજી સુધી ગઠબંધનને લઈ કોઈ રહસ્ય પરથી પડદો હટાવ્યો નથી. પણ આ બંને મુખ્ય પાર્ટીઓ અહીં વિશ્વાસ સાથે ચાલી રહી છે કે, ટૂંક સમયમાં જ ગઠબંધન પર અંતિમ મોહર લાગી જવાની છે. જેને માટે આજે અમિત શાહ મહારાષ્ટ્રના ગોરંગાવમાં એક જનસભાને પણ સંબોધી આવ્યા છે. જો કે, શિવસેનાએ આ વખતે 288માંથી 135 સીટની માગણી કરી છે. જો કે, ભાજપે આ અંગે વિચારવો કરવો પડશે.
મહારાષ્ટ્ર અને હરિયાણા આ બંને રાજ્યોમાં સૌથી અલગ વાત એ છે કે, અહીં એવી પરંપરા બંધાયેલી છે કે, જે લોકસભા જીતે છે તે જ પાર્ટી વિધાનસભા ચૂંટણી જીતે છે. 2004માં આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તે જ જીત્યા હતા, જેણે લોકસભા ચૂંટણી જીતી હતી, મતલબ કે ભાજપાએ અહીં જીત મેળવી હતી. 2004 અને 2009માં પણ કેન્દ્રમાં યુપીએની સરકાર સમયે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. 2014માં જ્યારે કેન્દ્રમાં એનડીએની સરકાર આવી તો આ બંને રાજ્યોમાં બાજી પલ્ટી ગઈ. 2014 બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સફળતા મળી હતી. 2019માં હરિયાણા અને મહારાષ્ટ્રમાં એનડીએને સારામાં સારી બહુમતી મળી હતી.