ETV Bharat / bharat

કોરોના સંકટઃ ગણેશજીની મૂર્તિ બનાવનાર શિલ્પકારોને આર્થિક નુકસાન થવાની ભીતિ

કોરોના રોગચાળાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકોના ધંધાને પણ અસર થઈ છે. જ્યારે ગણેશ મૂર્તિઓના ધંધા ઉપર પણ અસર પડી છે.

impact-of-corona-on-the-livelihood-of-sculptors-crisis-of-daily-living
કોરોના સંકટઃ ગણેશ મૂર્તિ બનાવનાર શિલ્પકારોને ગંભીર આર્થિક નુકસાન થવાની ભીતિ
author img

By

Published : Jul 8, 2020, 9:18 PM IST

છત્તીસગઢઃ કોરોના રોગચાળાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકોના ધંધાને પણ અસર થઈ છે. જ્યારે ગણેશ મૂર્તિઓના ધંધા ઉપર પણ અસર પડી છે. શિલ્પકારો એપ્રિલ મહિનાથી જ ગણેશ ચતુર્થી માટે મૂર્તિઓનો ઓર્ડર પ્રાપ્ત કરવાનું શરૂ કરતા હતા. પરંતુ આ વર્ષે હજુ સુધી એક પણ ઓર્ડર તેમની પાસે આવ્યો નથી. આવી સ્થિતિમાં, કોરોના સંકટને લીધે મૂર્તિકારોના કામને ગંભીર અસર પડી છે.

એક મહિના પછી ગણેશ ઉત્સવ શરૂ થશે. જેના માટે શિલ્પકારોએ મૂર્તિઓને આકાર આપવાનું શરૂ કર્યું છે, પરંતુ મૂર્તિકારોની આજીવિકા પર કોરોનાને કારણે ગંભીર રીતે આર્થિક ફટકો પડી શકે છે. ધમતરી જિલ્લામાં 3000થી વધુ શિલ્પકારો છે, જેમાં ગણેશની મૂર્તિઓ બનાવવાળા શિલ્પકારોની સંખ્યા વધુ છે. પરંતુ કોરોનાને કારણે ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ છે. શિલ્પકારો ફક્ત ઘરે બેસાડવા માટે નાની ગણેશની મૂર્તિઓ બનાવી રહ્યાં છે. આ સિવાય બંગાળથી પણ શિલ્પકારો અહીં આવતા અને મૂર્તિઓ બનાવતા હતા. પરંતુ આ વખતે કોરોના સંકટને લીધે તેઓ આવ્યા નથી.

જિલ્લામાં 6 શહેરી વિસ્તારો અને 350થી વધુ ગામો આવેલા છે. શહેરી વિસ્તારના દરેક વોર્ડમાં ગણપતિ બાપ્પાની પ્રતિમા જાહેર સ્થળોએ દર વર્ષે સ્થાપિત કરવામાં આવતી હતી. આ ઉપરાંત વિવિધ પંડાલો દ્વારા ગણપતિની પ્રતિમાની સ્થાપના કરાવામાં આવતી હતી. આ વખતે ગણપતિ મૂર્તિના ધંધાને લગભગ 50 લાખથી વધારેનું નુકસાન થવાની સંભાવના છે.

શિલ્પકારોને આશા છે કે, સરકારે જ્યારે લોકડાઉનમાં રાહત આપી છે, ત્યારે નિયમો બનાવીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવાનું પણ નક્કી કરશે. જો મંજૂરી આપવામાં નહીં આવે તો શિલ્પકારોને ઘણું નુકસાન થશે. શિલ્પકારોએ કહ્યું કે, પહેલાં 4 મહિના પહેલાથી ઓર્ડર મળવાના શરુ થઈ ગયા હતા. પરંતુ કોરોના સંકટને લીધે મોટી મૂર્તિનો એક પણ ઓર્ડર મળ્યો નથી. શિલ્પકારો અત્યારે ફક્ત નાની મૂર્તિઓ બનાવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.