આ સાથે જ FDA લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસ કરી રહ્યું છે અને આ પ્રકારે ખોરાક ન લેવાની અપિલ પણ કરી હતી.
તમે વીડિયોમાં જોઇ શકો છો કે, એક ઇડલી વહેંચનારો, જેને પોતાનો ઇડલીનો સ્ટોલ છે તે એક ટોયલેટના નળમાંથી પાણી ભરી રહ્યો છે અને તેની ચટણી બનાવી રહ્યો છે.
FDAના અધિકારી શૈલેશ અધવે કહ્યું કે, આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે તે વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે તો સાથે જ જણાવ્યું કે, જો વધુ કોઇ આવો બનાવ સામે આવશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આ વ્યક્તિની ધરપકડ કરાશે ત્યારે જ તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે અને જો કોઇ સેમ્પલ મળશે તો તેને પણ સીઝ કરવામાં આવશે. આ વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. શૈલેશ અધવે જણાવ્યું કે, આ વીડિયો ક્યારે લેવાયો છે અને કઇ જગ્યાનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે, તે પણ ખૂબ જ જરૂરી છે.