ચિનૂક હેલીકોપ્ટર આશરે11 હજાર કિલો સુધીના હથિયાર અને સૈનિકોને આરામથી ઉઠાવી શકે છે. આ ઉપરાંત, તેઉંચાઈ ધરાવતા વિસ્તારથી લઈને નાના હેલિપેડ અને ઘાટીમાં પણ લેન્ડ કરી શકે છે. ચંદીગઢમાં એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ 4ભારેક્ષમતાવાળા ચિનૂક હેલીકોપ્ટરભારતીય વાયુસેનાને સોંપશે.
તમને જણાવી દઈએ કે, આ હેલીકોપ્ટરમાં સંપૂર્ણઇંટીગ્રેટેડડિજીટલ કોકપિટ મેનેજમેન્ટ સિસ્ટમ, કોમન એવિએશન આર્કિટેક્ચર કોકપિટ અને એડવાન્સ કાર્ગો-હેંડલિંગ ક્ષમતાઓ છે. આ કંપનીએ અત્યાર સુધીમાં કુલ 1179 ચિનૂક હેલીકોપ્ટર બનાવ્યા છે.