નવી દિલ્હી: ચીનનું વુહાન શહેર જ્યાં કોરોના વાયરસનો સૌથી વધુ ઉપદ્રવ થયો છે, ત્યાં ફસાયેલા 112 લોકોને ભારતીય વાયુ સેના દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન એરફોર્સના ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા ભારત પહોંચનારા લોકોમાં 76 ભારતીય સહિત અન્ય દેશોના 36 નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીન મોકલવામાં આવેલી રાહત સામગ્રીને મુશ્કેલીના સમયમાં ચીનના લોકો સાથે ભારતની એકજૂટતાની પ્રબળ અભિવ્યક્તિ ગણાવી હતી. સી-17 ગ્લોબમાસ્ટર લશ્કરી વિમાન આશરે 15 ટન તબીબી સાધનોની સહાય લઈને ચીન પહોંચ્યું હતું. જેમાં માસ્ક, ગ્લવ્ઝ સહિત અન્ય તબીબી ઉપકરણો હતાં.
-
Big Bird lands at #NewDelhi a short while ago. Kudos to @IAF_MCC https://t.co/hozsSTHNAD pic.twitter.com/txE7rXoIOS
— Vikram Misri (@VikramMisri) February 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Big Bird lands at #NewDelhi a short while ago. Kudos to @IAF_MCC https://t.co/hozsSTHNAD pic.twitter.com/txE7rXoIOS
— Vikram Misri (@VikramMisri) February 27, 2020Big Bird lands at #NewDelhi a short while ago. Kudos to @IAF_MCC https://t.co/hozsSTHNAD pic.twitter.com/txE7rXoIOS
— Vikram Misri (@VikramMisri) February 27, 2020
મહત્વનું છે કે, ચીનમાં મહામારી બનેલા કોરોના વાયરસે બુધવારે વધુ 29 લોકોનો ભોગ લીધો હતો. ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 2 હજાર 744 થઈ ગયો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિભાગે (NHC) જણાવ્યું કે, 29 જાન્યુઆરી પછી આ પહેલી ઘટના છે, જ્યારે એક દિવસમાં કોરોના વાયરસના કારણે આટલા ઓછા લોકોના મોત થયા છે.
આ અગાઉ 29 જાન્યુઆરીએ કોરોના વાયરસને કારણે 26 લોકોનાં મોત થયા હતાં. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 78 હજાર 500થી વધુ કેસ નોંધાયા છે. જો કે, ગત કેટલાંક સમયમાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે.