હૈદરાબાદ: હૈદરાબાદ મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી ફરી શરૂ થવા જઇ રહી છે. તેલંગાણા સરકારે મંગળવારે મેટ્રો ફરી શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. રાજ્ય સરકારે મગંળવારે અનલોક -4 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
હૈદરાબાદ મેટ્રો રેલ લિમિટેડે 22 માર્ચથી કામગીરી બંધ કરી દીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બે દિવસ પહેલા જારી કરેલા અનલોક -4 માર્ગદર્શિકાને પગલે સરકારના આદેશ હેઠળ મેટ્રો રેલને 7 સપ્ટેમ્બરથી ફરી સંચાલિત કરવાની મંજૂરી આપી હતી.
ભારતનું બીજું મોટું મેટ્રો રેલ નેટવર્ક HMRL છે, જે દરરોજ 55 ટ્રેનોનું સંચાલન કરતું હતું અને લગભગ 4.5 લાખ લોકો મુસાફરી કરતા હતા.
સરકારના આદેશ મુજબ રાજ્યભરમાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક અને થિયેટરો બંધ રહેશે. ચીફ સેક્રેટરી સોમેશ કુમારે 21 સપ્ટેમ્બરથી જારી કરેલા આદેશોમાં વધુમાં વધુ 50 ટકા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન વર્ગો સંબંધિત કામ માટે શાળાઓમાં બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે.