નવી દિલ્હીઃ ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે KEM અને નાયર હોસ્પિટલને મંજૂરી આપી છે. આ પરીક્ષણ 20થી 50 વર્ષીય 320 સ્વયંસેવકો પર કરવામાં આવશે.
ICMRનું કહેવું છે કે, ઓગસ્ટના અંત સુધીમાં 20થી 50 વર્ષીય 320 સ્વયંસેવકો પર પરીક્ષણ શરૂ કરી દેવામાં આવશે.
જો કે, BMC હાલ પરીક્ષણમાં ભાગ લેવા માટે સ્વયંસેવકોની શોઘ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રસી પરીક્ષણ માટે સમગ્ર દેશની 10 આરોગ્ય સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 2 મુંબઈની છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પુણે મેડિકલ કૉલેજની પણ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે પસંદગી કરવામાં આવી છે. બન્ને હોસ્પિટલમાં 160-160 સ્વયંસેવકોનું સમૂહમાં પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણ બાદ આ તમામ વ્યક્તિઓનું સ્વસ્થ રહેવું જરૂરી છે.