ETV Bharat / bharat

માનવ તસ્કરીનું સૌથી મોટું રેકેટ ઝડપાયું, સુરતમાંથી 130 બાળકો મુક્ત કરાવ્યા

સુરત : પુનાગામ વિસ્તારમાંથી માનવ તસ્કરીનું સૌથી મોટું રેકેટ ઝડપાયું છે. રાજસ્થાન પોલીસ, રાજસ્થાન બાળ વિકાસ આયોગ તેમજ સેન્ટ્રલ આઈબીની ટીમ સહિત પુના પોલીસે સીતાનગર સોસાયટીમાંથી મળસ્કેના પાંચ વાગ્યે છાપો મારી રેકેટનો પર્દાફાશ કર્યો છે.

human trafficking in surat
માનવ તસ્કરીનું સૌથી મોટું રેકેટ
author img

By

Published : Dec 29, 2019, 12:55 PM IST

Updated : Dec 29, 2019, 1:24 PM IST

સયુંકત ઓપરેશન દરમ્યાન 130થી વધુ બાળ મજૂરોને મુક્ત કરાવી કસૂરવારો સામે પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાવવામાં આવેલા તમામ બાળકો રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ગામડાના છે, અને તેઓને ઠાલા સપના બતાવી સુરત ખાતે કાળી મજૂરી કરવા લાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે.

રાજસ્થાન બાળ વિકાસ આયોગ, રાજસ્થાન પોલીસ, બચપન બચાવો આંદોલન, સેન્ટ્રલ આઈબીની ટીમેં મળેલી માહિતીના આધારે પુના પોલીસ અને સુરત પોલીસ સાથે મળી મળસ્કેના પાંચ વાગ્યાના સમય દરમ્યાન સયુંક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને ટીમે સયુંકત ઓપરેશન હાથ ધરી પુણા વિસ્તારમાં આવેલ સીતા નગર સોસાયટીના મકાનોમાં છાપો માર્યો હતો.

માનવ તસ્કરીનું સૌથી મોટું રેકેટ ઝડપાયું

અહીં એક એક રૂમમાંથી 25-25 જેટલા બાળકોને ઘેટા બકરાની જેમ ગોંધી રાખવામાં આવતા હતા. જ્યારે પોલીસે છાપો માર્યો ત્યારે બાળકોને ગોંધેલા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યાં એક રૂમમાં બેથી ત્રણ વ્યક્તિઓ સમાવી શકાય તે રૂમમાં 25થી 30 જેટલા બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રૂમમાં સગીર વયના બાળકો જાતે ભોજન બનાવતા પણ પોલીસ નજરે પડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ તમામ બાળકો રાજસ્થાન નજીક આવેલી બોર્ડરના ગામમાંથી લાવવામાં આવ્યા છે. માતા-પિતાએ મજબૂરીવશ થઈને અથવા તો કેટલાક બાળકોને મોટા મોટા સપનાઓ બતાવી લાવવામાં આવ્યા હોવાની પણ આ માહિતી સામે આવી છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન બાળ વિકાસ આયોગ રાજસ્થાન પોલીસ સેન્ટ્રલ આઇબીની ટીમ સહિત પુણા પોલીસે 130 જેટલા બાળકોને હાલ મુક્ત કરાવ્યા છે, ત્યારે આ બાળકોને પોતાના માતા-પિતાને સુપ્રત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે જે બાળકો માતા-પિતા વિહોણા હશે તેઓને ચાલ હોમમાં મોકલી આપવામાં આવશે.

સુરતમાં ઝડપાયેલા સૌથી મોટા માનવ તસ્કરીના રેકેટનો સ્થાનિક લેવલનું ચાઇલ્ડ લેબર સંસ્થા ઉંઘતી ઝડપાઈ છે, ત્યારે આ મામલે હવે પુણા પોલીસે કસૂરવારો સામે પગલાં ભરવાની પણ તજવીજ હાથ ધરી છે.

Intro:સુરત : પુનાગામ વિસ્તારમાંથી માનવ તસ્કરી નું સૌથી મોટું રેકેટ ઝડપાયું છે.રાજસ્થાન પોલીસ,રાજસ્થાન બાળ વિકાસ અયોગ્ય તેમજ સેન્ટ્રલ આઈબી ની ટિમ સહિત પુણા પોલીસે સીતા નગર સોસાયટીમાંથી મળસ્કે ના પાંચ વાગ્યે છાપો મારી રેકેટનો પર્દાફાશ કર્યો છે.સયુંકત ઓપરેશન દરમ્યાન 130 થી વધુ બાળ મજૂરો ને મૂકત કરાવી કસુરવારો સામે પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લાવવામાં આવેલ તમામ બાળકો રાજસ્થાન બોર્ડર નજીક આવેલ ગામડાના છે અને તેઓને કોઈક સપના બતાવી સુરત ખાતે કાળી મજૂરી કરવા લાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી છે.

Body:રાજસ્થાન  બાળ વિકાસ આયોગ,રાજસ્થાન પોલીસ ,બચપણ બચાવો આંદોલન,સેન્ટ્રલ આઈબી ની ટીમેં મળેલી માહિતીના આધારે સુરતની પુણા પોલીસ સાથે મળી મળસ્કેના પાંચ વાગ્યા ના સમય દરમ્યાન સયુંકત ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસ અને ટીમે સયુંકત ઓપરેશન હાથ ધરી પુણા વિસ્તારમાં આવેલ સીતા નગર સોસાયટી ના મકાનોમાં છાપો માર્યો હતો.અહીં એક એક રૂમમાંથી 25 - 25 જેટલા બાળકોને ઘેટા બકરાની જેમ ગોંધી રાખવામાં આવતા હતા... જ્યારે પોલીસે છાપો માર્યો ત્યારે બાળકોને ગોંધેલા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી..જ્યાં એક રૂમમાં બે થી ત્રણ  વ્યક્તિઓ સમાવી શકાય તે રૂમમાં ૨૫ થી ૩૦ જેટલા બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક રૂમમાં સગીર વયના બાળકો જાતે ભોજન બનાવતા પણ પોલીસ નજરે પડ્યા હતા... પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ બાળકો રાજસ્થાન નજીક આવેલી બોર્ડરના ગામમાં થી લાવવામાં આવ્યા છે... Conclusion:જ્યાં કોઈક માતા-પિતાએ મજબૂરીવશ થઈને અથવા તો કેટલાક બાળકોને મોટા મોટા સપનાઓ બતાવી લાવવામાં આવ્યા હોવાની પણ આ માહિતી સામે આવી છે... સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન બાળ વિકાસ આયોગ રાજસ્થાન પોલીસ સેન્ટ્રલ આઇબી ની ટીમ સહિત પુણા પોલીસે ૧૩૦ જેટલા બાળકોને હાલ મુક્ત કરાવ્યા છે ત્યારે આ બાળકોને પોતાના માતા-પિતાને સુપ્રત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જ્યારે જે બાળકો માતા-પિતા વિહોણા હશે તેઓને ચાલ હોમમાં મોકલી આપવામાં આવશે તારી વાત અધિકારીઓએ કરી છે સુરતમાં ઝડપાયેલા સૌથી મોટા માનવ તસ્કરીના રેકેટનો સ્થાનિક લેવલનું ચાઇલ્ડ લેબર સંસ્થા ઉંઘતી ઝડપાય છે... ત્યારે આ મામલે હવે પુણા પોલીસ કસૂરવારો સામે પગલાં ભરવાની પણ તજવીજ હાથ ધરી છે.

બાઈટ : શૈલેન્દ્ર પંડ્યા ( રાજસ્થાન બાળ વિકાસ આયોગ રાજસ્થાન સરકાર )

બાઈટ : જગદીશ પટેલ ( મેયર સુરત )
Last Updated : Dec 29, 2019, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.