નવી દિલ્હીઃ વિકાસ દુબે એન્કાઉન્ટરમાં સીબીઆઇ તપાસની માગ કરવામાં આવી છે. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના કાનપુરમાં અથડામણના મુખ્ય આરોપી વિકાસ દુબે શુક્રવારે ઠાર મરાયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે તેની પુષ્ટિ કરી છે. આ પહેલા વિકાસને લઇને યૂપી એસટીએફ મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી કાનપુર પરત લાવી રહી હતી. આ દરમિયાન તેની ગાડીને અકસ્માત નડ્યો હતો.
વધુમાં વિકાસે પોલીસકર્મીના હથિયાર ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો. પોલીસ અનુસાર તેની જવાબી કાર્યવાહી દરમિયાન પોલીસે વિકાસને ઠાર માર્યો છે. આ પહેલા તેને સરેન્ડર કરવાનો ચાન્સ પણ આપવામાં આવ્યો હતો.