નવી દિલ્હીઃ દેશમાં કોરોના ટેસ્ટ માટે વિશેષ નિયમ છે કે, દર્દીની તપાસ માટે ફોટો આઈકાર્ડ ફરજિયાત છે. તેના સિવાય દર્દીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતો નથી. બેઘર અને માનસિક દર્દીઓની તપાસ કરવામાં ઘણી મુશ્કેલી ઉભી થઈ રહી છે. કારણ કે, મોટાભાગના કેસોમાં તેઓ પાસે આઈકાર્ડ પણ હોતું નથી. આવી સ્થિતિમાં, દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તે અંગે હોસ્પિટલો પણ ઘણી મુશ્કેલીમાં છે.
હોસ્પિટલને કોરોના ટેસ્ટ માટે ફોટો આઈડીની આવશ્યકતાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલના ડિરેક્ટર ડો.નિમેશ દેસાઈ કહે છે કે, પાછલા 2 દિવસમાં, જ્યારે તેમને તેમની હોસ્પિટલમાં બે બેઘર અને માનસિક દર્દીઓમાં કોરોનાના લક્ષણો મળ્યા, ત્યારે તેઓ તેમની તપાસ કરાવવા માંગતા હતા, પરંતુ ફોટો ઓળખકાર્ડ ન હોવાથી હોસ્પિટલના લાખો પ્રયત્નો બાદ પણ તે દર્દીઓનો ટેસ્ટ કરી શકાયો નહીં. જેના કારણે હોસ્પિટલે તે દર્દીઓ પર આઈસોલેશન વોર્ડમાં દેખરેખ રાખવી પડે છે.
ડો. દેસાઇ સમજાવે છે કે, કોરોના અંગે માર્ગદર્શિકા બનાવવામાં આવી છે ત્યારથી, બેઘર લોકોની તપાસ માટે કોઈ માર્ગદર્શિકા બનાવવામાં આવી નથી. આ અંગે વકીલ ગૌરવ બંસલે 8મી જૂને દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી, જેના પર કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવને પણ એક દિવસ પછી આ સંદર્ભે માર્ગદર્શિકા નિર્ધારિત કરવા આદેશ આપ્યો હતો. પરંતુ જો ગૌરવનું કહેવું છે કે, 10 દિવસનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં ગૌરવે ફરી એકવાર કોર્ટમાં પહોંચવાનું નક્કી કર્યું છે.