કેરળઃ કોરોના વાઇરસ વચ્ચે દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને ઘરમાં જ રહીને સોશિયલ ડિસ્ટંસિંગ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે કેરળમાં એક ઘર વિહોણા વ્યક્તિએ તે અંગે જાગૃતિ ફેલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં જોઇ શકાય તેમ આ માણસને પોલીસ દ્વારા ફુડ અને પાણીની ઓફર કરવામાં આવી ત્યારે તે તરત જ પોલીસને દૂર રહેવા જણાવી રહ્યો છે અને એક સર્કલ બનાવી ખોરાક ત્યાં જ મુકવા ઇશારો કરી રહ્યો છે. આ વીડિયોએ ઇન્ટરનેટ પર લોકોના મનમાં જીત મેળવી છે.
આ વીડિયોમાં જોઇ શકાય તેમ તે વ્યક્તિ દૂર એક જગ્યાએ સુતો છે અને પોલીસ તેને ખોરાક આપવા માટે જણાવી રહી છે, ત્યારે તેણે પોલીસને જણાવ્યું કે, મારાથી દૂર રહો અને આગળ આવીને એક સર્કલ બનાવી ફુડને ત્યાં રાખવા ઇશારો કરી રહ્યો છે.
આ ઉપરાંત જ્યારે પોલીસ એમ કરે છે, ત્યારે પોતાની પાસે માસ્ક ન હોવાથી પોતાના શર્ટ વડે મોં ઢાંકતો જોવા મળી રહ્યો છે. જે અદ્ભુત છે.
ટ્વીટર પર પોસ્ટ કરેલો આ વીડિયો એક હીટ થયો છે અને તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન સહિતના અગ્રણીઓ દ્વારા સત્તાવાર આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોને પોતાના ટ્વીટર પર શેર કરતાં અશ્વિને લખ્યું કે, "ફેબ્યુલસ, અકલ્પિત... સેંકડો ટિપ્પણીઓ અનુસરીને અથાગ પ્રયત્નો અને કાળજી માટે કેરળની પ્રશંસા કરી અને કેરળમાં હોવાને કારણે આ બેઘર વ્યક્તિની જાગૃતતાના સ્તરની પણ ચર્ચા કરવામાં આવી હતી."