લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે કોરોનાને લઈને મોટો નિર્ણય લીધો છે. કોરોનામાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને અને લોકોની માંગ પર સરકારે હોટલોમાં રહીને દર્દીઓના લક્ષણ વગર સારવાર કરવાની સિસ્ટમ શરૂ કરી છે. હવે શરતો સાથે હોમ આઉસોલેશનની વ્યવસ્થા પણ આપવામાં આવશે. શરતો સાથે આવા દર્દીઓ ઘરમાં આસોલેટ રહી શકશે.
સરકારની દલીલ છે કે ઘણા લોકો આ રોગને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ હોસ્પિટલમાં રહેવા માંગતા નથી. આવી સ્થિતિમાં, તેમના દ્વારા અન્ય લોકોને સંક્રમણ લાગવાનું જોખમ રહેલું છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે મોટી સંખ્યામાં કોવિડ -19 સંક્રમિત લોકો આ રોગને છુપાવી રહ્યા છે, અને તેઓ સંક્રમણમાં વધારો કરી શકે છે, તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દર્દીઓ માટે નિર્ધારિત પ્રોટોકોલને આધિન શરતો સાથે હોમ આઇસોલેશનને મંજૂરી આપી છે. અને તેના પરિવારના લોકોને હોમ ઓઇસોલેશનના પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત રહેશે. મુખ્યપ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે કોવિડ-19 હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે બેડની કમી નથી. પૂરતા પ્રમાણમાં બેડ છે.
મુખ્યપ્રધાને કહ્યું કે કોવિડ સામે રક્ષણ આપવા માટે વધુ સારી ઇમ્યુનિટી જરૂરી છે. લોકોને પણ આ સંદર્ભે જાગૃત થવું જોઈએ. લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશન અને આયુષ કવાચ કોવિડ એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જનતાને એ પણ કહેવામાં આવે કે આયુષ કોવિડ કવચ એપમાં આપવામાં આવેલી માહિતીમાં ઇમ્યુનિટી વધારી શકાય છે.