ETV Bharat / bharat

સત્તાના અનેક દાવપેચનું કાયમ સાક્ષી રહ્યું છે દિલ્હીનું 'રામલીલા મેદાન' - history of ramlila maidan delhi

નવી દિલ્હી: આજે એટલે કે, 22 ડિસેમ્બરના રોજ જે રામલીલા મેદાનની જમીન પર હાલના વડાપ્રધાન મોદી રેલી સંબોધિત કરી રહ્યા છે આ રામલીલા મેદાન પોતાની બાહોમાં દોઢ સો વર્ષ જૂનો શાનદાર ઈતિહાસ સમેટીને બેઠું છે. હાલના અને ઈતિહાસના આ પાનાઓની શાનદાર યાદો સાથે આજની પેઢીને રુબરુ કરાવવું અતિ જરુરી છે. જેથી સૌને એતો ખબર પડે કે, ભીડ ભાડ અને દિવસ રાત દોડતી દિલ્હીના તુર્કમાન ગેટ જેવી સાવ સાંકળી ગલીઓની વચ્ચે પણ 9-10 એકરમાં ખાલી પડેલા રામલીલા મેદાન પોતાના અતીતમાં શાનદાર હજારો બનાવ અને આંદોલનોને પોતાની બાહોમાં જકડીને બેઠું છે.

ramlila maidan delhi
ramlila maidan delhi
author img

By

Published : Dec 22, 2019, 2:58 PM IST

ઈતિહાસના પાનાઓને પલટતા માલુમ પડે છે કે, ઈ.સ. 1883માં અંગ્રેજોએ પોતાના સૈનિકો-અધિકારીઓને વિશ્રામ શિબિરના ભાગરુપે આ જગ્યાઓનો ઉપયોગ કરતા હતા. તે જમાનામાં આ જગ્યા એક દમ વિરાન હતી. બ્રિટિશ સરકાર પોતાના સૈનિકોને આરામ કરવા માટે એક દમ શાંત જગ્યાની શોધમાં હતા. તેથી દિલ્હીમાં એક દમ શાંત અને વિરાન જગ્યાએ આનાથી વધુ સારી બીજે ક્યાં મળવાની હતી. 20-25 કલાકની તાબડતોડ મહેનત કરી ત્યાં તંબૂ ખોડી દીધા. ત્યાર બાદ તો આ જગ્યા પર હજારોની સંખ્યામાં બ્રિટિશ સૈનિકો અહીં આવતા-જતાં રહેતા અને રોકાણ પણ કરતા.

સમયે પોતાનું રુખ બદલ્યું. બ્રિટિશ સામ્રાજ્ય નબળું પડતું દેખાયું અને દિલ્હીના નાના ટેણીયાઓએ અહીં રમવાનું અને મોજમસ્તી કરવાનું શરુ કર્યું. ત્યાં સુધી તો અહીં અંગ્રેજોની શિબિરો પણ થતી હતી. તુર્કમાન અને અઝમેરી દરવાજા વચ્ચે આ ગ્રાઉન્ડનું ક્ષેત્રફળ આજે પણ 9-10 એકર વધ્યું છે. જો કે, તે સમયે આ વિસ્તારમાં ખૂબ ભીડ હતી.

અંગ્રેજી સામ્રાજ્યથી છૂટકારો મળ્યા બાદ અહિના સ્થાનિકોએ નાની રામલીલાનું આયોજન કર્યું. રામલીલાનું મંચન પણ અજવાળામાં થઈ જતું હતું. તેનું કારણ એ હતું કે, આ વિસ્તાર વિરાન હતો. તેથી સુરક્ષાની પણ કોઈ ખાસ વ્યવસ્થા થતી નહીં.

સ્થાનિક નિવાસીના જણાવ્યા અનુસાર ઈ.સ. 1945ની વાત છે, જ્યારે મોહમ્મદ અલી જિન્ના આ મેદાનમાં આવ્યા હતા ત્યારે ત્યાં હાજર જનતાએ જિન્નાને મૌલાનાની ઉપાધી આપી હતી. ત્યારે તે સમયે આ વાત જિન્નાને જરાં પણ સારી ન લાગી અને ખુલ્લેઆમ ભીડ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું રાજનેતા છું કોઈ મૌલવી નથી. તેમ છતાં પણ તમે બધા મને બળજબરીપૂર્વક ધાર્મિક મૌલાનામાં ખપાવો છો.

તેમણે આગળ જણાવતા કહ્યું કે, જિન્નાની આ સભા બાદ તો રાજનેતાઓ માટે આ મેદાન ખૂબ જાણીતું થયું. જૂની દિલ્હીના વર્ષો જૂના રહેવાસી વાઝિદ અલીના જણાવ્યા અનુસાર, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ 1952માં શિયાળામાં અહીં એક રેલીનું આયોજન કર્યું હતું. મુદ્દો હતો જમ્મુ કાશ્મીર. બાદમાં આ જ મેદાન પરથી તેમણે સત્યાગ્રહ આંદોલનનો પાયો નાખ્યો. જેને લઈ તે સમયના સત્તાધીશોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેથી એક વાત સો ટકા સાચી છે કે, આ મેદાનમાંથી જેણે પણ પોતાનો અવાજ બુલંદ કર્યો તેણે દેશમાં અમિટ છાપ છોડી.

જૂની દિલ્હીના બીજા પણ અનેક લોકોએ રામલીલા મેદાન વિશે જણાવ્યું હતું. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુએ 1950ના દાયકામાં અનેક વિશાળ જાહેર સભાઓ આ જ મેદાનમાં સંબોધી હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણે પણ કોંગ્રેસ વિરુદ્ધ અહીંથી જ રણશિંગૂ ફુંક્યું હતું.

જૂની દિલ્હીના ચિતલી કવર વિસ્તારના રુખસાના અને તેમના 85 વર્ષના ભાઈ અનવર જણાવે છે કે, 26 જાન્યુઆરી 1963ની તારીખ હતી, ત્યારે વડાપ્રધાન નહેરુ સાથે લતા મંગેશકર પણ મેદાનમા આવ્યા હતા. જે કાર્યક્રમ આજે પણ યાદ છે અને આ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો.

એ તો ઠીક પણ જ્યારે 1965માં વિરોધી દુશ્મન પાકિસ્તાન પર વિજય મેળવી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આ જ મેદાનમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે આ જ જાહેર સભામાં જનતાની સામે જય જવાન, જય કિશાન નારો અનેક વખત ગુંજતો કર્યો હતો. ઈ.સ. 1972માં દેશના તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ બાંગ્લાદેશ બન્યા બાદ ઈન્ડિયાના હાથે પાકિસ્તાનની હારનો જશ્ન પણ રામલીલા મેદાનમાં ઉજવાયો હતો. ત્યારે એ સમયે અહીં રતી ભર પણ જગ્યા બચી નહોતી. તે સમયે ઈંદિરાનું ભાષણ સાંભળવા માટે લોકો છત પર ચડીને સાંભળતા હતા.

વિશ્વ વિખ્યાત હિન્દી કવિ રામધારી સિંહ દિનકરની યાદગાર અને રુંવાડા ઉભા કરી કોઈને પણ લલકારવાની હિંમત આપતી પંક્તિ ' સિંહાસન ખાલી કરો, જનતા આવે છે. પણ આ રામલીલા મેદાનમાં ગુંજી ચૂક્યો છે.

સ્થાનિક લોકોની માનીએ તો જાન્યુઆરી 1961માં બ્રિટેનની મહારાની એલિઝાબેથ પણ આ મેદાનમાં સંબોધન કરી ચુક્યા છે. ત્યાર બાદ તો આ મેદાન રામલીલા માટે ઓછું અને રાજનેતાઓની રેલીઓ માટે વધુ પ્રખ્યાત થયું. જેમાં આજે વડાપ્રધાન મોદી જાહેરસભા કરી રહ્યા છે.

જોઈએ તો, અન્ના આંદોલન, અટલ બિહારી વાજપેયીના તમામ ઐતિહાસિક અને યાદગાર સભાઓ, રામદેવ આંદોલન પણ આ જ મેદાનમાં થયું હતું. બધુ મળીને વાત કરીએ તો, આ મેદાન ફક્ત રામલીલા માટે નથી બન્યું. તેની અમુક તો એવી ખાસિયત છે કે, ગમે તેવા વ્યક્તિને તેની તરફ ખેંચે છે.

Intro:Body:

સત્તાના અનેક દાવપેચનું કાયમ સાક્ષી રહ્યું છે દિલ્હીનું 'રામલીલા મેદાન'

નવી દિલ્હી: આજે એટલે કે, 22 ડિસેમ્બરના રોજ જે રામલીલા મેદાનની જમીન પર હાલના વડાપ્રધાન મોદી રેલી સંબોધિત કરી રહ્યા છે આ રામલીલા મેદાન પોતાની બાહોમાં દોઢ સો વર્ષ જૂનો શાનદાર ઈતિહાસ સમેટીને બેઠું છે. હાલના અને ઈતિહાસના આ પાનાઓની શાનદાર યાદો સાથે આજની પેઢીને રુબરુ કરાવવું અતિ જરુરી છે. જેથી સૌને એતો ખબર પડે કે, ભીડ ભાડ અને દિવસ રાત દોડતી દિલ્હીના તુર્કમાન ગેટ જેવી સાવ સાંકળી ગલીઓની વચ્ચે પણ 9-10 એકરમાં ખાલી પડેલા રામલીલા મેદાન પોતાના અતીતમાં શાનદાર હજારો બનાવ અને આંદોલનોને પોતાની બાહોમાં જકડીને બેઠું છે.

ઈતિહાસના પાનાઓને પલટતા માલુમ પડે છે કે, ઈ.સ. 1883માં અંગ્રેજોએ પોતાના સૈનિકો-અધિકારીઓને વિશ્રામ શિબિરના ભાગરુપે આ જગ્યાઓનો ઉપયોગ કરતા હતા. તે જમાનામાં આ જગ્યા એક દમ વિરાન હતી. બ્રિટિશ સરકાર પોતાના સૈનિકોને આરામ કરવા માટે એક દમ શાંત જગ્યાની શોધમાં હતા. તેથી દિલ્હીમાં એક દમ શાંત અને વિરાન જગ્યાએ આનાથી વધુ સારી બીજે ક્યાં મળવાની હતી. 20-25 કલાકની તાબડતોડ મહેનત કરી ત્યાં તંબૂ ખોડી દીધા. ત્યાર બાદ તો આ જગ્યા પર હજારોની સંખ્યામાં બ્રિટિશ સૈનિકો અહીં આવતા-જતાં રહેતા અને રોકાણ પણ કરતા.

સમયે પોતાનું રુખ બદલ્યું. બ્રિટિશ સામ્રાજ્ય નબળું પડતું દેખાયું અને દિલ્હીના નાના ટેણીયાઓએ અહીં રમવાનું અને મોજમસ્તી કરવાનું શરુ કર્યું. ત્યાં સુધી તો અહીં અંગ્રેજોની શિબિરો પણ થતી હતી. તુર્કમાન અને અઝમેરી દરવાજા વચ્ચે આ ગ્રાઉન્ડનું ક્ષેત્રફળ આજે પણ 9-10 એકર વધ્યું છે. જો કે, તે સમયે આ વિસ્તારમાં ખૂબ ભીડ હતી.

અંગ્રેજી સામ્રાજ્યથી છૂટકારો મળ્યા બાદ અહિના સ્થાનિકોએ નાની રામલીલાનું આયોજન કર્યું. રામલીલાનું મંચન પણ અજવાળામાં થઈ જતું હતું. તેનું કારણ એ હતું કે, આ વિસ્તાર વિરાન હતો. તેથી સુરક્ષાની પણ કોઈ ખાસ વ્યવસ્થા થતી નહીં. 

સ્થાનિક નિવાસીના જણાવ્યા અનુસાર ઈ.સ. 1945ની વાત છે, જ્યારે મોહમ્મદ અલી જિન્ના આ મેદાનમાં આવ્યા હતા ત્યારે ત્યાં હાજર જનતાએ જિન્નાને મૌલાનાની ઉપાધી આપી હતી. ત્યારે તે સમયે આ વાત જિન્નાને જરાં પણ સારી ન લાગી અને ખુલ્લેઆમ ભીડ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું રાજનેતા છું કોઈ મૌલવી નથી. તેમ છતાં પણ તમે બધા મને બળજબરીપૂર્વક ધાર્મિક મૌલાનામાં ખપાવો છો.

તેમણે આગળ જણાવતા કહ્યું કે, જિન્નાની આ સભા બાદ તો રાજનેતાઓ માટે આ મેદાન ખૂબ જાણીતું થયું.

જૂની દિલ્હીના વર્ષો જૂના રહેવાસી વાઝિદ અલીના જણાવ્યા અનુસાર, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ 1952માં શિયાળામાં અહીં એક રેલીનું આયોજન કર્યું હતું. મુદ્દો હતો જમ્મુ કાશ્મીર. બાદમાં આ જ મેદાન પરથી તેમણે સત્યાગ્રહ આંદોલનનો પાયો નાખ્યો. જેને લઈ તે સમયના સત્તાધીશોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેથી એક વાત સો ટકા સાચી છે કે, આ મેદાનમાંથી જેણે પણ પોતાનો અવાજ બુલંદ કર્યો તેણે દેશમાં અમિટ છાપ છોડી.

જૂની દિલ્હીના બીજા પણ અનેક લોકોએ રામલીલા મેદાન વિશે જણાવ્યું હતું. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુએ 1950ના દાયકામાં અનેક વિશાળ જાહેર સભાઓ આ જ મેદાનમાં સંબોધી હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણે પણ કોંગ્રેસ વિરુદ્ધ અહીંથી જ રણશિંગૂ ફુંક્યું હતું.

જૂની દિલ્હીના ચિતલી કવર વિસ્તારના રુખસાના અને તેમના 85 વર્ષના ભાઈ અનવર જણાવે છે કે, 26 જાન્યુઆરી 1963ની તારીખ હતી, ત્યારે વડાપ્રધાન નહેરુ સાથે લતા મંગેશકર પણ મેદાનમા આવ્યા હતા. જે કાર્યક્રમ આજે પણ યાદ છે અને આ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો.

એ તો ઠીક પણ જ્યારે 1965માં વિરોધી દુશ્મન પાકિસ્તાન પર વિજય મેળવી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આ જ મેદાનમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે આ જ જાહેર સભામાં જનતાની સામે જય જવાન, જય કિશાન નારો અનેક વખત ગુંજતો કર્યો હતો. ઈ.સ. 1972માં દેશના તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ બાંગ્લાદેશ બન્યા બાદ ઈન્ડિયાના હાથે પાકિસ્તાનની હારનો જશ્ન પણ રામલીલા મેદાનમાં ઉજવાયો હતો. ત્યારે એ સમયે અહીં રતી ભર પણ જગ્યા બચી નહોતી. તે સમયે ઈંદિરાનું ભાષણ સાંભળવા માટે લોકો છત પર ચડીને સાંભળતા હતા.

વિશ્વ વિખ્યાત હિન્દી કવિ રામધારી સિંહ દિનકરની યાદગાર અને રુંવાડા ઉભા કરી કોઈને પણ લલકારવાની હિંમત આપતી પંક્તિ ' સિંહાસન ખાલી કરો, જનતા આવે છે. પણ આ રામલીલા મેદાનમાં ગુંજી ચૂક્યો છે.

સ્થાનિક લોકોની માનીએ તો જાન્યુઆરી 1961માં બ્રિટેનની મહારાની એલિઝાબેથ પણ આ મેદાનમાં સંબોધન કરી ચુક્યા છે. ત્યાર બાદ તો આ મેદાન રામલીલા માટે ઓછું અને રાજનેતાઓની રેલીઓ માટે વધુ પ્રખ્યાત થયું. જેમાં આજે વડાપ્રધાન મોદી જાહેરસભા કરી રહ્યા છે.

જોઈએ તો, અન્ના આંદોલન, અટલ બિહારી વાજપેયીના તમામ ઐતિહાસિક અને યાદગાર સભાઓ, રામદેવ આંદોલન પણ આ જ મેદાનમાં થયું હતું. બધુ મળીને વાત કરીએ તો, આ મેદાન ફક્ત રામલીલા માટે નથી બન્યું. તેની અમુક તો એવી ખાસિયત છે કે, ગમે તેવા વ્યક્તિને તેની તરફ ખેંચે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.