નવી દિલ્હીઃ 28 જાન્યુઆરીનો દિવસ બે ભંયકર દુર્ઘટનાનો સાક્ષી છે. 28 જાન્યુઆરી 1986માં અમેરિકા અંતરિક્ષ યાન ચેલેન્જર દુર્ઘટના થઈ હતી. ફ્લોરિડાથી ઉડાણ ભરવાની છેલ્લી 73 સેકન્ડમાં તેમાં વિસ્ફોટ થયો હતો. જેમાં સાત અંતરિક્ષ યાત્રિયોના મોત થયા હતાં. મૃતક યાત્રિયોમાં એક શિક્ષક પણ હતા. જેમનો ઉલ્લેખ અસૈન્ય નાગિરક તરીકે કરાયો હતો.
બીજી ઘટના 28 જાન્યુઆરી 1998માં થઈ હતી. જ્યારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને ટાડાની એક અદાલતમાં મોતની સજા કરાઈ હતી. નોંધનીય છે કે, 1991માં ચૂંટણી પ્રચાર દરમિયાન તમિલનાડુના શ્રીપેરુંબુદુરમાં એક બૉમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધીની હત્યા કરાઈ હતી. આમ, દેશ-દુનિયાના ઈતિહાસમાં 28 જાન્યુઆરીના દિવસને ઐતિહાસિક દિવસમાં સામેલ કરાયો છે. અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓમાં આ મુજબ છે.
1831: બ્રિટેનના લોકપ્રિય લેખક જેન આસ્ટનની ‘પ્રાઈડ એન્ડ પ્રઝુડિસ’ પુસ્તકનું પહેલીવાર પ્રકાશન થયું હતું. જેની ગણતરી લોકપ્રિય રચનાઓમાં કરવામાં આવે છે.
1835: કલકત્તા મેડિકલ કોલેજ શરૂ થઈ.
1865: લાલા લાજપત રાયનો જન્મ.
1898: સિસ્ટર નવોદિતા ભારતમાં આગમન
1900: જનરલ એમ. કારિઅપ્પાનો જન્મ, જે દેશના પ્રથમ ગવર્નર બન્યા..
1933: ચૌધરી રહમત અલી ખાને મુસ્લિમ લીગની માગ હેઠળ રચિત અલગ રાષ્ટ્ર માટે 'પાકિસ્તાન' નામ સૂચવ્યું.
1961: વોચમેકર એચએમટીની પ્રથમ ફેક્ટરીનો શિલાન્યાસ બેંગ્લોરમાં કરવામાં આવ્યો.
1980: દેશના સૌથી મોટા કાર્ગો જહાજ 'રાણી પદ્મિની' નું લોકાર્પણ.
1986: યુ.એસ. અવકાશયાન ચેલેન્જર ક્રેશ થયું. તમામ સાત અવકાશયાત્રીઓનું મૃત્યુ.
1998: ટાડા કોર્ટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કાવતરામાં સામેલ 26 આરોપીઓને સજા સંભળાવી.
2002: ખરાબ હવામાનને કારણે એકવાડોરનું વિમાન નેવાડો દ કમ્બાલ જ્વાળામુખીની ઢાલાન પરથી તૂટી પડ્યું. જેમાં સવાર તમામ 92 લોકોનાં મોત થયાં હતાં.